business
Rajkot News : પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, રાજકોટ દૂધ સંઘ દ્વારા બેંક ખાતામાં સીધા જમા કરાયા 75 કરોડ રૂપિયા
રાજકોટ દૂધ સંઘ (રાજકોટ ડેરી) દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં એક અતિ મહત્વનો અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજકોટ દૂધ સંઘે કુલ રૂ. 90 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. આ સફળતાના ભાગરૂપે ડેરી પ્રશાસને નફાનો મોટો હિસ્સો સીધો જ દૂધ ઉત્પાદકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે, જેથી પશુપાલકોને તેમના પરિશ્રમનું યોગ્ય અને પૂરેપૂરું વળતર મળી રહે. પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે કુલ 75 કરોડની ચૂકવણી આ નિર્ણય અંતર્ગત રાજકોટ ડેરી દ્વારા પોતાના કુલ નફામાંથી રૂ. 75 કરોડની માતબર રકમ અંતિમ ભાવ વધારા તરીકે ચૂકવવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે આ રકમ ગણતરી કરીને સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી 761 જેટલી દૂધ મંડળીઓના કુલ 52,182 દૂધ ઉત્પાદકોને આ નિર્ણયનો સીધો આર્થિક લાભ મળશે. મંત્રી જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ આ નાણાકીય ચુકવણી અને આભાર દર્શન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ જાણીતા સહકારી આગેવાન જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બંને આગેવાનોએ રાજકોટ ડેરીની કામગીરી અને પશુપાલકોના કલ્યાણ માટે લેવાયેલા આ આર્થિક નિર્ણયને બિરદાવ્યો હતો. આ પણ વાંચો : Surat News : હર્ષ પંડ્યા કેસમાં પિતાનો પોલીસ પર સવાલ, ‘હલકી કલમો લગાવી રેગિંગને છાવરવામાં આવી રહ્યું છે’
Read full article on Sandesh