Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા

📰 Abp News 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
રાજકોટના બહુચર્ચિત સરાઝા હોટલ મહેફિલ કાંડમાં દારૂ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો હતો. માલવિયાનગર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પાર્ટીમાં પીરસવામાં આવેલો પરમિટ વાળો શરાબ બર્થ ડે બોય ચિરાગ પટેલનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ લાવ્યો હતો. માલવિયાનગર પોલીસે આ મામલે તપાસ તેજ કરીને ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલ, તેના પિતરાઈ નિખીલ પટેલ તેમજ મેનેજર મનપ્રીતસિંગ સહિતના આયોજકોના નિવેદનો નોંધ્યા છે. આ દારૂની મહેફિલમાં હોટલ પ્રશાસનની શું ભૂમિકા હતી તે અંગે પણ પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે, જેના આધારે મહેફિલમાં હાજર અન્ય તમામ લોકોની ઓળખ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પાર્ટીના આયોજનને લઈને મોટો ખુલાસો થયો છે. રાજકોટના જાણીતા બિલ્ડર ડેકોરા ગ્રુપ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની ABP અસ્મિતાની તપાસમાં પુષ્ટી થઈ છે. હોટલના પાર્કિંગમાં ડેકોરા ગ્રુપની કાર સહિત અન્ય નામાંકિત બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓની કાર પણ કેમેરામાં કેદ થઈ હતી. ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર કેમેરામાં કેદ ABP અસ્મિતાના કેમેરામાં સરાઝા હોટલના પાર્કિંગમાં ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર જોવા મળી હતી. જેમાં GJ 03 LG 5222 અને GJ 03 QG 5222 નંબરની કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય નામાંકિત બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓની કાર પણ હોટલના પાર્કિંગમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, પાર્ટીમાં અંદાજે 50 જેટલા હાઈપ્રોફાઈલ બિલ્ડરો, ઉદ્યોગકારો અને તબીબો અને તેની પત્નીઓ સાથે હાજર હતી. આ કારના દૃશ્યોને લઈને હાઈપ્રોફાઈલ પાર્ટીના આયોજન અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 33 મહિલા અને 43 પુરુષો પાર્ટીમાં સામેલ સરાઝા હોટલમાં થયેલી પોલીસની કાર્યવાહી અંગે પોલીસ દ્વારા પણ વિગતો આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પાર્ટીમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત કુલ 76 લોકો હાજર હતા. ચિરાગ પટેલનો દિવાળી સમયે જન્મદિવસ હોવાથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસોમાં કોઈ હાજરી આપી શકે નહીં તે માટે અગાઉથી પાર્ટી રાખવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન હોટલમાં હાજર તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. મેડિકલ તપાસ બાદ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે સ્પષ્ટ થશે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan