Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Rajkot News: એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રસ્તો ખુલ્યો, આવતીકાલે ઇમિગ્રેશન ચેકિંગ હાથ ધરાશે

📰 Sandesh 🕐 1 min read 📅 August 12, 2026 👁 5 views
Rajkot News: એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે રસ્તો ખુલ્યો, આવતીકાલે ઇમિગ્રેશન ચેકિંગ હાથ ધરાશે
સૌરાષ્ટ્રવાસીઓ માટે એક આનંદદાયક સમાચાર સામે આવ્યા છે.રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સીધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ શરૂ કરવા માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી હિરાસર એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ઉગ્ર માગણી કરવામાં આવી રહી હતી જેનો રસ્તો થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ શરૂ કરવાના ભાગરૂપે આવતીકાલે એરપોર્ટ પર ઇમિગ્રેશન ચકાસણી હાથ ધરવામાં આવશે. ફોરેન અફેર્સની સ્પેશિયલ ટીમ હિરાસર એરપોર્ટ ખાતે આવશે આ પ્રક્રિયા માટે અમદાવાદથી ફોરેન અફેર્સની સ્પેશિયલ ટીમ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ઇમિગ્રેશન સેગમેન્ટની વિસ્તૃત તપાસ કરશે.એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સની કામગીરી પહેલાથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે.ઇમિગ્રેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ વિવિધ એરલાઇન્સ કંપનીઓ પોતાની ફ્લાઇટ શિડ્યુલ જાહેર કરીને કામગીરી શરૂ કરી શકશે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તમામ મંજૂરીઓ મળતાં જ આગામી દિવાળી પૂર્વે જ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ધમધમતી થઈ જશે. વેપાર-ઉદ્યોગને પણ નવો વેગ મળશે ચેમ્બરના સુત્રો પ્રમાણે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના વેપારીઓ અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને દુબઈ અને બેંગકોક માટેની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.રાજકોટથી જ સીધી વિદેશ જવા માટેની કનેક્ટિવિટી મળવાથી સૌરાષ્ટ્રના લાખો લોકોને મોટો ફાયદો થશે. અત્યાર સુધી વિદેશ જવા માટે અહીંના વેપારીઓ, ઉદ્યોગકારો, ટુરિસ્ટ્સ તેમજ ઇમરજન્સી મેડિકલ સારવાર માટે જતાં દર્દીઓને મુંબઈ કે દિલ્હી સુધીના ધક્કા ખાવા પડતા હતા. રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થતાં સમય અને પૈસા બંનેની બચત થશે અને વિસ્તારના વેપાર-ઉદ્યોગને પણ નવો વેગ મળશે. આ પણ વાંચોઃ Vadodara News: માંજલપુરમાં ન્યૂડ કોલ સેન્ટર ઝડપાયું, 'Stripchat' એપથી ચાલતો હતો ખેલ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan