crime
મ્યુનિ.ના વિભાગો વચ્ચે સંકલનના અભાવે નાણાંનો વેડફાટ:રોડ બન્યા પછી ગટરલાઇન યાદ આવી! દસ દિવસમાં જ નવો RCC રોડ તોડાયો
ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં સીટીએમ એક્સપ્રેસ હાઇવે સામે સરદાર પટેલ સેવા સંકુલ પાસે દસ દિવસ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આરસીસી રોડ ફરી તોડવાની નોબત આવી છે. ગટરલાઇન ચોકઅપ થવાની સમસ્યાના નિરાકરણ માટે રોડનું નવેસરથી ખોદકામ કરવામાં આવતાં તંત્રની આયોજન પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. એક તરફ રોડ બનાવવા માટે જાહેર નાણાં ખર્ચવામાં આવે છે, તો બીજી તરફ થોડા જ દિવસમાં તેને તોડી નાખવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ મ્યુનિ. પાસે સમગ્ર મામલે તપાસ કરવાની માગ કરી છે. રોડ બનાવ્યા બાદ ફરી ખોદકામ કરવાની નોબત કેમ આવી તેની જવાબદારી નક્કી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સાબિત થાય તો રોડના પુનઃનિર્માણનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવે તેવી માગ કરી છે.
Read full article on Divya Bhaskar