Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રોકાણના નામે એન્જિનિયર સાથે 13.83 લાખની છેતરપિંડી:એપમાં લાખોનો નફો જોઈ પરિવાર ખુશ થઈ ગયો, પૈસા ઉપાડવા ગયા તો ઓનલાઈન ઠગાઈની જાણ થઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 9 views
રોકાણના નામે એન્જિનિયર સાથે 13.83 લાખની છેતરપિંડી:એપમાં લાખોનો નફો જોઈ પરિવાર ખુશ થઈ ગયો, પૈસા ઉપાડવા ગયા તો ઓનલાઈન ઠગાઈની જાણ થઈ
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા એક મિકેનિકલ એન્જિનિયર અને તેમના પરિવાર સાથે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 'ઇન્વૉઇસ ટ્રેડ્સ' નામના ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે ઊંચા વળતરની લાલચ આપી ભેજાબાજોએ એન્જિનિયરની પત્ની, પુત્રી અને પુત્રના ખાતાઓમાંથી કુલ 35.61 લાખ રૂપિયાનું રોકાણ કરાવી લીધું હતું. શરૂઆતમાં રોકાણકારનો વિશ્વાસ જીતવા માટે 21.77 લાખ રૂપિયા પરત જમા કરાયા હતા પરંતુ, બાકીના 13.83 લાખ અને નફાની રકમ ઉપાડવા દેવાનો ઇનકાર કરી દેવાતાં આખરે ભોગ બનનાર પરિવારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ફરિયાદ નોંધાવી છે. ગૂગલ સર્ચથી શરૂ થયો છેતરપિંડીનો ખેલ ભાયલી વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કાર્યરત ફરિયાદીએ નોંધાવેલી વિગતો અનુસાર, જુલાઈ 2022 દરમિયાન તેઓ રોકાણના વિકલ્પો શોધવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને 'ઇન્વૉઇસ ટ્રેડ્સ' નામનું ઓનલાઇન પ્લેટફોર્મ મળ્યું હતું. તેમણે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવતાં જ તેમને ઈ-મેઇલ મારફતે એકાઉન્ટ એપ્રૂવ થયાનો કન્ફર્મેશન મેસેજ મળ્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ વોટ્સએપ મારફતે સંપર્ક કરીને કઈ કંપનીના ઇન્વૉઇસમાં કેટલું નાણાકીય રોકાણ કરવાથી મોટો નફો મળશે તેની માહિતી શેર કરવાનું શરૂ કર્યું હતું. વિશ્વાસ કેળવવા પરિવારના ખાતામાંથી રોકાણ અને આંશિક રિફંડ આરોપીઓની સૂચના અને ગાઇડન્સ મુજબ એન્જિનિયરે પ્રથમ પોતાની પત્નીના નામે એકાઉન્ટ ખોલાવી રોકાણ શરૂ કર્યું હતું. સારો નફો મળવાની આશાએ આગળ જતાં તેમણે પુત્રી અને પુત્રના નામે પણ ઇન્વૉઇસ ટ્રેડ્સ પ્લેટફોર્મ પર અલગ-અલગ એકાઉન્ટ ઓપન કર્યા હતા. પરિવારે પત્નીના ખાતામાંથી 7.26 લાખ, પુત્રીના ખાતામાંથી 25.85 લાખ તેમજ પુત્ર અને અન્ય ખાતામાંથી 2.50 લાખ મળીને કુલ 35.61 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. રોકાણકારોને કોઈ વહેમ ન પડે અને તેમનો વિશ્વાસ અકબંધ રહે તે માટે ગઠિયાઓએ અલગ-અલગ તબક્કે કુલ 21.77 લાખ તેમના ખાતામાં પરત જમા કરાવી દીધા હતા. ડિજિટલ સ્ક્રીન પર નફો બતાવ્યો પરંતુ વિડ્રોઅલ રિક્વેસ્ટ અટકાવી ઇન્વૉઇસ ટ્રેડ્સના ઓનલાઇન ડેશબોર્ડ પર પરિવારના તમામ એકાઉન્ટ્સમાં રોકાણ કરેલી મૂડી સામે લાખો રૂપિયાનો નફો દર્શાવવામાં આવતો હતો, જેથી પરિવારને આ પ્લેટફોર્મ સંપૂર્ણ સાચું લાગવા માંડ્યું હતું. જોકે, જ્યારે પરિવારે પોતાના મૂળ નાણાં અને થયેલો નફો ઉપાડવા માટે વિથડ્રોઅલ રિક્વેસ્ટ સબમિટ કરી ત્યારે સિસ્ટમે તે રિક્વેસ્ટ મંજૂર કરી નહોતી. લાંબા સમય સુધી વારંવાર પ્રયાસો કરવા છતાં અને કંપનીના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા છતાં નાણાં પાછા ન મળતાં પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. સાયબર ક્રાઇમ પોલીસે 13.83 લાખની ઠગાઈ અંગે ગુનો દાખલ કર્યો આરોપીઓએ વોટ્સએપ નંબર, ફેક ઈ-મેઇલ આઇડી અને ઇન્વૉઇસ ટ્રેડ્સની વેબસાઇટનો દુરુપયોગ કરીને પરિવારનો ભરોસો જીત્યા બાદ વિવિધ બેંક ખાતાઓ અને UPI મારફતે 13.83 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની અરજીના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ગુનો નોંધીને જે બેંક એકાઉન્ટ્સ અને UPI આઇડીમાં નાણાં ટ્રાન્સફર થયા હતા તેની ડિજિટલ ટ્રેઇલ મેળવીને આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan