Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

RPF એ યાત્રીનો ₹1.40 લાખનો iPhone સુરક્ષિત પરત કર્યો:ભાવનગર મંડળ RPFની સતર્કતાથી ઓપરેશન ‘અમાનત’ હેઠળ ફોન મિત્રને સોંપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
RPF એ યાત્રીનો ₹1.40 લાખનો iPhone સુરક્ષિત પરત કર્યો:ભાવનગર મંડળ RPFની સતર્કતાથી ઓપરેશન ‘અમાનત’ હેઠળ ફોન મિત્રને સોંપાયો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો છૂટેલો સામાન સુરક્ષિત રીતે તેના સાચા માલિકો સુધી પહોંચાડવા માટે સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ઓપરેશન ‘અમાનત’ હેઠળ મહુવા આઉટ-પોસ્ટના RPF કર્મચારીઓની સતર્કતાથી એક મુસાફરનો આશરે ₹1.40 લાખની કિંમતનો iPhone 16 Pro સુરક્ષિત રીતે તેમના મિત્રને સોંપવામાં આવ્યો. આ ઘટના 07 સપ્ટેમ્બર 2026ના રોજ બની હતી. સવારી ગાડી નંબર 19255 સુરત–મહુવા એક્સપ્રેસ મહુવાના પ્લેટફોર્મ નંબર 01 પર આવી ત્યારે SI/PF રામનારાયણ મીના અને તેમનો સ્ટાફ નિયમિત ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન OBHS સ્ટાફ રામકુમારે જાણ કરી કે ટ્રેનના S-6 કોચની સીટ નંબર 71 પર એક મુસાફર પોતાનો મોબાઇલ ફોન ભૂલી ગયા છે. માહિતી મળતાની સાથે જ RPF કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરીને મોબાઇલ ફોન પોતાના કબજામાં લીધો. ફોનને RPF આઉટ-પોસ્ટ, મહુવા ખાતે લાવવામાં આવ્યો. ત્યારબાદ ઓન-ડ્યુટી Dy. CTI એ.પી. પાંડે મારફતે સંબંધિત મુસાફરનો સંપર્ક કરવામાં આવ્યો. મુસાફરે પોતાનું નામ દિલીપભાઈ પંચાણી, નિવાસી સુરત–લીલિયા મોટા, હોવાનું જણાવ્યું. તેમણે પુષ્ટિ કરી કે તેઓ સવારી ગાડી નંબર 19255ના S-6 કોચની સીટ નંબર 71 પર મુસાફરી કરી રહ્યા હતા અને લીલિયા મોટા સ્ટેશન પર ઉતરતી વખતે તેમનો iPhone 16 Pro સીટ પર જ છૂટી ગયો હતો. ફોનની અંદાજિત કિંમત આશરે ₹1,40,000/- હતી. RPF મહુવા દ્વારા વીડિયો કોલના માધ્યમથી મુસાફરનો સંપર્ક કરીને મોબાઇલ ફોનની ઓળખ અને જરૂરી ચકાસણી કરવામાં આવી. તમામ જરૂરી કાર્યવાહી પૂરી કર્યા પછી, મુસાફરની સંમતિથી iPhone તેમના મિત્રને સલામત રીતે સોંપવામાં આવ્યો. આ પ્રશંસનીય કામગીરી બદલ ભાવનગરના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી. મંડળ સુરક્ષા કમિશનર, ભાવનગર, અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ RPF દ્વારા મુસાફરો, બાળકો, મહિલાઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ અને સુરક્ષા માટે સતત અસરકારક અને સંવેદનશીલ કામગીરી કરાઈ રહી છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મુસાફરોનો છૂટેલો સામાન સુરક્ષિત રીતે તેના સાચા માલિકો સુધી પહોંચાડવો એ રેલવેની મુસાફર સેવા અને સામાજિક જવાબદારીનો મહત્વપૂર્ણ ભાગ છે. ભાવનગર મંડળ મહિલા મુસાફરોની સુરક્ષિત, સુખદ અને આરામદાયક રેલ મુસાફરી સુનિશ્ચિત કરવાની સાથે રેલવે પરિસરમાં માનવીય સંવેદનાઓ અને સામાજિક જવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan