Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

તમિલનાડુ સરકાર નવજાત બાળકોને સોનાની વીંટી આપશે:સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોની વીંટીઓ માટે ₹220 કરોડનું બજેટ; ટેન્ડર પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 3 views
તમિલનાડુ સરકાર નવજાત બાળકોને સોનાની વીંટી આપશે:સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોની વીંટીઓ માટે ₹220 કરોડનું બજેટ; ટેન્ડર પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમિલનાડુ સરકારે સરકારી હોસ્પિટલોમાં જન્મેલા નવજાત બાળકો માટે 1.28 લાખ સોનાની વીંટીના વર્ક ઓર્ડર જારી કર્યા છે. આ યોજનાનું બજેટ 220 કરોડ રૂપિયા છે. તમિલનાડુ મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન (TNMSC) એ શુક્રવારે મોડી રાત્રે જોયલુક્કાસ અને કલ્યાણ જ્વેલર્સને ઓર્ડર આપ્યા. આ વીંટીઓ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોને આપવામાં આવશે. આ યોજના 15 સપ્ટેમ્બરે દ્રવિડ આંદોલનના નેતા સી. એન. અન્નાદુરાઈની જયંતિ પર શરૂ કરવામાં આવશે. 22 જૂને મુખ્યમંત્રીના જન્મદિવસ પછી સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોને તેનો લાભ મળશે. જોકે, વિપક્ષે ટેન્ડર પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. વિધાનસભામાં ટેન્ડરને લઈને સવાલ તમિલનાડુ વિધાનસભામાં પણ યોજનાના ટેન્ડરને લઈને ચર્ચા થઈ. વિપક્ષી DMK અને AIADMKએ ખરીદ પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા. વિપક્ષી દળો મુજબ, ઘણી કંપનીઓએ વધારાના ચાર્જ તરીકે ₹410.97 થી લઈને ₹15,000 થી વધુ સુધીની બોલી લગાવી હતી, પરંતુ તેમને ટેન્ડર આપવામાં આવ્યું ન હતું. વિપક્ષે એ પણ પૂછ્યું કે આ ખરીદીની જવાબદારી TNMSCને શા માટે આપવામાં આવી. વિપક્ષની દલીલ હતી કે TNMSCની સ્થાપના ફક્ત દવાઓ, મેડિકલ સાધનો ખરીદવા અને હોસ્પિટલોના નિર્માણ માટે થઈ હતી. સરકારી હોસ્પિટલોમાં ડિલિવરીને પ્રોત્સાહન આપવાનો દાવો સીએમ વિજયે એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સરકારી હોસ્પિટલોમાં ડિલિવરીને પ્રોત્સાહન આપવું અને સરકારી સ્વાસ્થ્ય સેવાઓ પર લોકોનો વિશ્વાસ મજબૂત કરવો છે. આ યોજના TVK ના ચૂંટણી વચનોમાં સામેલ હતી. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકો માટે સોનાની વીંટી આપવાની આ પહેલ આ જ યોજના હેઠળ લાગુ કરવામાં આવી રહી છે. 11 કંપનીઓએ ટેન્ડરમાં ભાગ લીધો સરકાર મુજબ, 4 લાખથી વધુ એક ગ્રામની સોનાની વીંટીઓના સપ્લાય માટે 14 જુલાઈના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. TNMSCના આ ટેન્ડરમાં 11 કંપનીઓએ ભાગ લીધો અને TN Tenders પોર્ટલ દ્વારા પોતાની કિંમતો જમા કરાવી. જોયલુક્કાસે સોનાના એક ગ્રામની કિંમત સિવાય 0.01 રૂપિયાની સૌથી ઓછી બોલી લગાવી. તેમાં પ્રોસેસિંગ ફી, વીમો, પરિવહન અને BIS સ્ટેમ્પિંગ સહિતના તમામ વધારાના ચાર્જ સામેલ હતા. જોયલુક્કાસે કહ્યું, “ટેન્ડરની કુલ કિંમત આશરે ₹755 કરોડ છે. તેમાં સોનાની કિંમત કુલ ખરીદ કિંમતનો સૌથી મોટો હિસ્સો છે.” કંપનીએ કહ્યું કે તેણે “સોનાની વર્તમાન કિંમતથી ઉપર ફક્ત 1 પૈસાનો પ્રતીકાત્મક સેવા ચાર્જ” લીધો છે. અગાઉ વિજયે ધારાસભ્યોને નવી કારની જાહેરાત કરી હતી તમિલનાડુ સરકારે 19 ઓગસ્ટે તમામ ધારાસભ્યોને નવી સરકારી કાર આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, વાહનની જાળવણી, ઇંધણ અને ડ્રાઇવરના ખર્ચ માટે દર મહિને 75 હજાર રૂપિયાનું ભથ્થું આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભામાં ધારાસભ્યોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું. આ દરમિયાન TVK ધારાસભ્ય સિંધુએ તમિલ સુપરસ્ટાર અને પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રન (MGR)ની ફિલ્મ 'પડગોટ્ટી'નું ફેમસ ગીત 'કોડુત્તદેલમ કોડુત્તાન' ગાઈને મુખ્યમંત્રી વિજયનો આભાર વ્યક્ત કર્યો. આ ગીતનો અર્થ છે- ‘તેણે બધું જ આપ્યું, કોના માટે આપ્યું, કોઈ એક માટે નહીં, સમગ્ર સમાજ માટે.’ આને ટી.એમ. સૌંદરરાજન દ્વારા ગાવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan