Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સુરત મનપાનો અજીબોગરીબ વહીવટ:દબાણ હેઠળના પ્લોટની સ્થળ તપાસ વિના જ તળાવ માટે ₹24.65 લાખ મંજૂર, ચેરમેન કહ્યું- 'આખા સુરતમાં આવું જ ચાલે છે'

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 17, 2026 👁 9 views
સુરત મનપાનો અજીબોગરીબ વહીવટ:દબાણ હેઠળના પ્લોટની સ્થળ તપાસ વિના જ તળાવ માટે ₹24.65 લાખ મંજૂર, ચેરમેન કહ્યું- 'આખા સુરતમાં આવું જ ચાલે છે'
સુરત મહાનગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિ (PWC)ની બેઠકમાં કુલ ₹98.53 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે દરમિયાન અધિકારીઓ અને શાસકોની ખુલ્લી લાપરવાહી સામે આવી છે. લિંબાયત ઝોનમાં આવેલ સરકારી પ્લોટ પર ખુલ્લેઆમ ગેરકાયદે કબજો હોવા છતાં, અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા વગર જ ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવા ₹24.65 લાખનું કામ મંજૂર કરી દીધું હતું. આ મામલે પૂછપરછ કરાતાં સમિતિના ચેરમેને "આખા સુરતમાં આવું જ ચાલે છે" તેવો ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જે.એન. ભંડેરીનું ₹24.65 લાખનું ટેન્ડર આંખો મીંચીને પાસ સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં ટી.પી. સ્કીમ નં. 19 (પર્વત-મગોબ) ના ફાઈનલ પ્લોટ નં. 110/1/3 પર આવેલી આશરે 8,000 ચોરસ મીટર સરકારી જમીનમાંથી 3,000 ચો.મી. જગ્યા 'શિવ પાર્કિંગ'ને ભાડે અપાઈ હતી. આ ભાડાપટ્ટાની મુદત 4 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, છેલ્લા બે મહિનાથી સમગ્ર 8,000 ચો.મી. પ્લોટ પર ગેરકાયદે ટેમ્પો પાર્કિંગ અને કાપડનું સ્ટોરેજ ચાલુ છે. ભૂતકાળમાં દંડ ફટકારાયા છતાં રાજકીય આશીર્વાદથી દબાણ દૂર કરાયું નથી. આમ છતાં, ગણેશ વિસર્જન-2026 અન્વયે આ પ્લોટ પર કામગીરી માટે મે. જે.એન. ભંડેરીનું ₹24.65 લાખનું ટેન્ડર આંખો મીંચીને પાસ કરી દેવાયું છે. શાસકોની દાનત સામે લોકમુખે વિરોધનો સૂર ઊઠ્યો આ મામલે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રાજેન્દ્ર પટેલને પૂછતા તેમણે અત્યંત બેજવાબદાર રીતે કહ્યું કે 'મને ખબર નથી અને આખા સુરતમાં આવું જ ચાલે છે' સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હોવા છતાં સ્થળ તપાસ વિના જ પ્રજાના ટેક્સના નાણાંનું આંધણ કરવાની આ નીતિ પાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. વિવાદિત પ્લોટ પર ટેન્ડર મંજૂર કરી દેવાતાં પાલિકાની કામગીરી અને શાસકોની દાનત સામે લોકમુખે વિરોધનો સૂર ઊઠ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan