Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

લિંબાયતમાં તસ્કરો બેફામ:ગોવિંદનગરમાં કરિયાણાની દુકાનનું શટર તોડી ₹40,000 રોકડા-માલસામાનની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 2 views
લિંબાયતમાં તસ્કરો બેફામ:ગોવિંદનગરમાં કરિયાણાની દુકાનનું શટર તોડી ₹40,000 રોકડા-માલસામાનની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. લિંબાયત સ્થિત ગોવિંદનગરમાં આવેલી એક કરિયાણાની દુકાનને નિશાન બનાવી તસ્કરો મોડી રાત્રે રોકડ રકમ અને માલસામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર કરતૂત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દુકાનના ગલ્લામાંથી ₹40,000ની રોકડ અને સામાનની ચોરી મળતી માહિતી અનુસાર, ગોવિંદનગર પ્લોટ નંબર 149 ખાતે મોહમ્મદ સાદાબ છેલ્લા અઢી વર્ષથી કરિયાણાની દુકાન ચલાવે છે. રાબેતા મુજબ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આરોપીઓએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો દુકાનના ગલ્લામાં રાખેલા આશરે ₹40,000 ની રોકડ રકમ તેમજ કઠોળ અને કરિયાણાનો કિંમતી સામાન ચોરીને પલાયન થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાનદાર દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તાળું તૂટેલું જોઈ ચોરી થઈ હોવાનો ખુલાસો થયો હતો. સવારે 6:30 વાગ્યે દુકાને આવતા શટરનું તાળું તૂટેલું હતું સમગ્ર ઘટના અંગે દુકાનદાર મોહમ્મદ સાદાબે જણાવ્યું કે, હું છેલ્લા બે-અઢી વર્ષથી અહીં કરિયાણાની દુકાન ચલાવું છું. રાત્રે 11 વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયો હતો અને સવારે 6:30 વાગ્યે દુકાને આવ્યો ત્યારે શટરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર જઈને જોયું તો ગલ્લામાં રાખેલા 30 થી 40 હજાર રૂપિયા રોકડા તેમજ કરિયાણાનો સામાન ગાયબ હતો. સીસીટીવી ફૂટેજ જોતાં તેમાં સલમાન કાલિયા, સાહિલ અને અન્ય એક-બે અજાણ્યા શખ્સો ચોરી કરતા નજરે પડી રહ્યા છે. મેં સવારે જ લિંબાયત પોલીસ મથકે જઈને સીસીટીવી ફૂટેજ સાથે અરજી આપી છે. પોલીસ આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે અને મારું નુકસાન ભરપાઈ થાય તેવી માંગ છે. આ મામલે લિંબાયત પોલીસે દુકાનદારની લેખિત અરજી સ્વીકારી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan