crime
અમદાવાદ ડીસીબીનો વોન્ટેડ આરોપી હતો:પાલેજથી ₹42.86 લાખનાગાંજા કેસમાં વોન્ટેડ 1 ઝડપાયો
ગુજરાતમાં ડ્રગ્સ અને નશાકારક પદાર્થોની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. અમદાવાદ ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના કરોડોના ડ્રગ્સ કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા એક શંકાસ્પદ અને વોન્ટેડ આરોપીને ભરૂચ એસઓજીની ટીમે પાલેજ ખાતેથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ડીસીબી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 6 સપ્ટેમ્બર 2024ના રોજ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસે અંદાજે ₹42 લાખની કિંમતનો 194.850 કિલોગ્રામ જેટલો માતબર જથ્થામાં ગાંજો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પાલેજનો વસીમખાન પઠાણ મુખ્ય આરોપીઓ પૈકીનો એક હતો અને ધરપકડથી બચવા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. SOG ભરૂચની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ કેસમાં વોન્ટેડ વસીમખાન પઠાણ પાલેજમાં હાલમાં પોતાના ઘરે હાજર છે. બાતમી મળતા જ એસઓજીની ટીમે વોચ ગોઠવી પાલેજ સ્થિત તેના નિવાસસ્થાને દરોડો પાડી ઝડપી લીધો હતો.
Read full article on Divya Bhaskar