Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

એક ક્લિકમાં ₹6.31 લાખ ગુમાવ્યા:ક્રેડિટ કાર્ડ ભાડે આપનાર UPનો શખ્સ ભેસ્તાનથી ઝડપાયો, મોબાઇલ હેક કરી 8 ટ્રાન્ઝેક્શનમાં લાખો રૂપિયા સેરવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 3 views
એક ક્લિકમાં ₹6.31 લાખ ગુમાવ્યા:ક્રેડિટ કાર્ડ ભાડે આપનાર UPનો શખ્સ ભેસ્તાનથી ઝડપાયો, મોબાઇલ હેક કરી 8 ટ્રાન્ઝેક્શનમાં લાખો રૂપિયા સેરવ્યા
સુરત શહેરમાં સામાન્ય નાગરિકોના સ્માર્ટફોનમાં જોખમી APK ફાઇલ મોકલી સમગ્ર ડિવાઇસ હેક કરી બેંક એકાઉન્ટમાંથી પળવારમાં લાખો રૂપિયા સેરવી લેતી આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે લાલ આંખ કરી છે. એક અજાણી લિંક પર ક્લિક કરાવ્યા બાદ ભોગ બનનારના એકાઉન્ટમાંથી ગણતરીની મિનિટોમાં 8 જેટલા ટ્રાન્ઝેક્શન કરાવી ₹6,31,414ની ઉચાપત કરવાના ગુનામાં પોલીસે ભેસ્તાન વિસ્તારમાંથી 43 વર્ષીય આરોપી દીન મોહમ્મદ રોજુદ્દીન શેખને દબોચી લીધો છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જૌલા ગામનો રહેવાસી આ આરોપી સુરતમાં રોજીરોટી મેળવવા આવ્યો હતો, પરંતુ લાંબા સમયની બેકારી બાદ સરળતાથી રૂપિયા કમાવવાની લાલચમાં તે સાયબર ગેંગનું મોહરું બની બેઠો હતો. ક્રેડિટ કાર્ડમાં બિલ સેટલમેન્ટ કરાવી 10 ટકા કમિશન મેળવતો સાયબર ગઠિયાઓએ ભોગ બનનાર પાસેથી પડાવેલા લાખો રૂપિયામાંથી ₹2,28,226 ની રકમ પકડાયેલા આરોપી દીન મોહમ્મદના એક્સિસ બેંક અને કેનેરા બેંકના ક્રેડિટ કાર્ડના બિલ સેટલમેન્ટમાં વાપરી હતી. આરોપી પોતાના ક્રેડિટ કાર્ડમાં બિલ સેટલ કરાવી વિવિધ વેપારીઓ પાસેથી રોકડ રકમ મેળવી લેતો હતો. આ રોકડમાંથી તે પોતાનું 10 ટકા લેખે ₹22,800 જેટલું ફિક્સ કમિશન કાપી લેતો અને બાકીના નાણાં સુરતમાં રહેતા તેના અન્ય એક સાથીદારને સોંપી દેતો હતો. જામતારાની કુખ્યાત ગેંગ સાથે તાર જોડાયા સાયબર ક્રાઇમની ઊંડાણપૂર્વકની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ રેકેટના તાર દેશભરમાં ઓનલાઇન ઠગાઈ માટે કુખ્યાત ઝારખંડના જામતારા સાથે સીધા જોડાયેલા છે. સુરતમાં દીન મોહમ્મદ પાસેથી રોકડ મેળવ્યા બાદ તેનો સાગરિત કેશ ડિપોઝિટ મશીન (CDM) મારફતે જામતારા સ્થિત માસ્ટરમાઇન્ડ્સના અંગત બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવી દેતો હતો. હાલ આ ગુનામાં સંડોવાયેલો બીજો સ્થાનિક સાગરિત ફરાર થઈ ગયો હોવાથી સાયબર સેલે તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેના પકડાયા બાદ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાશે. DCP બિશાખા જૈન દ્વારા સમગ્ર નેટવર્ક ઝડપી લેવા ટીમો કાર્યરત સાયબર ક્રાઇમ ડીસીપી બિશાખા જૈને સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત સાયબર ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને ડિજિટલ ટ્રેઇલના આધારે દીન મોહમ્મદની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મુખ્ય સૂત્રધારોના સંપર્કમાં આવ્યો હતો અને કમિશન મેળવી નાણાં આગળ મોકલતો હતો. હાલ નાસતા ફરતા અન્ય સાગરિતની શોધખોળ તેજ કરી દેવાઈ છે, જેથી જામતારા બેઠેલા ઓપરેટર્સ અને તેમના ખાતાઓની વિગતો મેળવી સમગ્ર ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી શકાય. અજાણી APK ફાઇલ ભૂલથી પણ ઇન્સ્ટોલ ન કરવી પોલીસ તંત્રે નાગરિકોની સલામતી માટે અપીલ કરી છે કે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ અજાણ્યા કે જાણીતા સ્ત્રોત તરફથી આવેલી APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. કોઈ પણ સુરક્ષિત એપ્લિકેશન માત્ર સત્તાવાર પ્લે સ્ટોર પરથી જ મેળવવી હિતાવહ છે. આવી નકલી ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ મોબાઇલમાં આવતા SMS અને OTP હેકર્સ સરળતાથી વાંચી લે છે, જેનાથી એકાઉન્ટ ખાલી થઈ શકે છે. જો કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ બને તો ફોન ફોર્મેટ કર્યા વિના તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કરવો અથવા રાષ્ટ્રીય હેલ્પલાઇન 1930 પર તાબડતોબ ફરિયાદ નોંધાવવી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan