Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

📰 Abp News 🕐 1 min read 📅 August 16, 2026 👁 3 views
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

Ukraine drone attack Russia 2026: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. રવિવારે (16 ઓગસ્ટ) યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કરી દીધો છે. આ હુમલામાં સેંકડો ડ્રોનનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેમાં રશિયાની એક મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે. યુક્રેને લીધેલા આ અત્યાર સુધીના સૌથી મોટા બદલામાં રશિયામાં ઓછામાં ઓછા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રશિયાએ 822 ડ્રોન તોડી પાડ્યાનો દાવો

રશિયન સંરક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, તેમણે રાતોરાત દેશભરમાં ત્રાટકેલા યુક્રેનના 822 જેટલા ડ્રોનને તોડી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુક્રેને પોડોલ્સ્ક વિસ્તારમાં આવેલી રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલર કંપની 'વાઈલ્ડબેરી' (Wildberries) ના વેરહાઉસને પણ નિશાન બનાવ્યું છે. હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, યુક્રેન હવે રશિયાના આર્થિક માળખાને તોડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે તેમનું માનવું છે કે આ કંપનીઓ મોસ્કોની મિલિટરી કામગીરીનો મુખ્ય આધાર છે.

મોસ્કો અને બેલ્ગોરોડમાં જાનહાનિ

મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા પછીનો આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો. આ હુમલામાં એક 83 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે, જ્યારે પોડોલ્સ્ક પ્રદેશમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઉપરાંત, દક્ષિણ રશિયાના બેલ્ગોરોડ શહેર પાસે એક બસ પર ડ્રોન ખાબકતા 1 વ્યક્તિનું મોત થયું છે. યુક્રેનનો દાવો છે કે તેણે રોસ્ટોવ પ્રદેશમાં મિસાઇલ માટે ઈંધણ બનાવતી ફેક્ટરીને પણ ઉડાવી દીધી છે.

રશિયાનો વળતો પ્રહાર: યુક્રેનના સ્ટીલ પ્લાન્ટ પર હુમલો

બીજી તરફ, રશિયા પણ ક્યાં ચૂપ બેસે તેમ છે! રશિયાએ પણ 15-16 ઓગસ્ટની રાત્રે યુક્રેન પર ભયંકર હવાઈ હુમલાઓ કર્યા. રશિયાએ યુક્રેનના એક સ્ટીલ પ્લાન્ટ પર હુમલો કર્યો જેમાં 2 લોકો માર્યા ગયા અને 14 લોકો ઘાયલ થયા હોવાનું યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. આ હુમલાથી પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ અને વીજ ઉત્પાદન સુવિધાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા આંશિક રીતે રોકી દેવી પડી છે.

આ પણ વાંચોઃ ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

કિવમાં મિસાઈલો ઝીંકાઈ, બધે જ તબાહીનો માહોલ

યુક્રેનની રાજધાની કિવ પણ રશિયાના નિશાના પર રહી. કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ જણાવ્યું કે રવિવારે સવારે રશિયાએ મિસાઈલો ઝીંકતા રાજધાનીના ઓછામાં ઓછા બે જિલ્લાઓમાં ભીષણ આગ લાગી હતી. શહેરના વહીવટીતંત્રે જણાવ્યું કે આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે. કિવ ઓબ્લાસ્ટના ગવર્નર તૈમુર ટાકાચેન્કોના જણાવ્યા અનુસાર, આખા પ્રદેશમાં થયેલા ડ્રોન હુમલાઓમાં એક બાળક સહિત વધુ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, રોમાનિયા બોર્ડર પર પણ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.

બંને દેશો આમનેસામને

હવે બંને દેશોએ એકબીજા સામે હુમલાઓ ખૂબ જ તેજ કરી દીધા છે. થોડા સમય પહેલા જ રશિયાએ રોમાનિયાની સરહદ પાસે ડેન્યુબ નદી પર આવેલા યુક્રેનના સૌથી મોટા અનાજ નિકાસ બંદર પર એટેક કર્યો હતો. જેના જવાબમાં યુક્રેને પણ ઓઈલ રિફાઈનરીઓ સહિતની રશિયન સુવિધાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, બંને પક્ષોએ કાળા સમુદ્ર (Black Sea) માં પણ વેપારી જહાજો પર હુમલાઓ વધારી દીધા છે.

આ પણ વાંચોઃ અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે? સરકારે કર્યો મોટો ખુલાસો

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan