Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રસ્તો ઓળંગતા યુપીના ટ્રક ચાલકનું મોત:તાલાલાની મંગેતરે સગાઈ તોડવાની વાત કરતાં યુવકે કપડાં ધોવાનું લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
રસ્તો ઓળંગતા યુપીના ટ્રક ચાલકનું મોત:તાલાલાની મંગેતરે સગાઈ તોડવાની વાત કરતાં યુવકે કપડાં ધોવાનું લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના પોપટપરા વિસ્તારમાં ઠાકરશી પાન નજીક રહેતા 21 વર્ષીય જુલ્ફીજ હનીફભાઈ મજદુલ નામના યુવાને પોતાના ઘરે કપડાં ધોવાનું લિક્વિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં બે ભાઈઓમાં નાનો અને શો-રૂમમાં નોકરી કરતો જુલ્ફીજની બે વર્ષ પહેલાં તાલાલાની એક યુવતી સાથે સગાઈ થઇ હતી. જોકે, હાલમાં મંગેતરે સગાઈ તોડી નાખવાની વાત કરતાં તેને માઠું લાગી આવ્યું હતું અને આવેશમાં આવીને તેણે આ ગંભીર પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ​મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના વતની અને હાલ અમદાવાદ દાયમા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા 45 વર્ષીય મોહનસિંહ અંતરસિંહ ઠાકુર ગત 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી પોતાની ગાડી લોડ કરીને રાજકોટ આવ્યા હતા. રાત્રિના આશરે 10 વાગ્યા આસપાસ તેઓ કુવાડવા રોડ પર સોખડા ચોકડીથી સાત હનુમાન તરફના રસ્તે પગપાળા જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોહનસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફત તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભત્રીજા કૌશલેન્દ્રસિંહ ઠાકુરની ફરિયાદ આધારે કુવાડવા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરપદડ રહેતો 19 વર્ષીય મુકેશ સુરેશભાઇ ડાભી ગઇકાલે સવારે ઘરેથી બાઇક લઇ મેટોડા ગામે નોકરી પર જતો હતો ત્‍યારે રસ્‍તામાં સુવાગ નજીક તેના બાઇકને તૂફાન ગાડીની ટક્કર લાગતાં તે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. મુકેશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન આજરોજ તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇમાં નાનો હોવાનું અને તે કારખાનામાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan