Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સામસામા બટકા ભરી મારામારી કરી : RTIની માંગણી પર બબાલ:ચૂંટણી જીતેલા અને હારેલા સરપંચની વચ્ચે ગ્રામ પંચાયતમાં જ બઘડાટી બોલી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
સામસામા બટકા ભરી મારામારી કરી : RTIની માંગણી પર બબાલ:ચૂંટણી જીતેલા અને હારેલા સરપંચની વચ્ચે ગ્રામ પંચાયતમાં જ બઘડાટી બોલી
સાવરકુંડલાના પીઠવડી ગામે માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવાની પ્રક્રિયા લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. ગામના નીતિન નડિયાદરા દ્વારા ગ્રામ પંચાયતમાં RTI કરી વિકાસ કામો સંબંધિત માહિતી માંગવામાં આવી હતી. આ માહિતી મેળવવા માટે જ્યારે પંચાયત કચેરી ખાતે પહોંચ્યા, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો અને પંચાયત કચેરી જાણે અખાડો બની ગઈ હોય તેમ સામસામે મારામારી અને બટકા ભરવાની ઘટના સામે આવી છે. પીઠવડી ગામના નીતિનભાઈ પરશોત્તમભાઈ નડિયાદરાએ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા વિકાસ કામો અને વર્ક ઓર્ડર અંગે RTI કરી વિગતો માંગી હતી. આ માહિતી લેવા માટે તેઓ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રી સમક્ષ પહોંચ્યા હતા. નીતિનભાઈનો આક્ષેપ છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે માહિતી માંગી રહ્યા હતા, ત્યારે અચાનક 8 જેટલા શખ્સો પાઇપ-ધોકા સાથે ધસી આવ્યા હતા. તેઓએ પંચાયતના ટેબલ-ખુરશીઓની તોડફોડ કરી તેમના પર હુમલો કર્યો હતો અને શરીરે બટકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલ ઈજાગ્રસ્ત અરજદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ, સરપંચ ભૌતિક સુહાગીયાના જણાવ્યા મુજબ, નીતિનભાઈ ચૂંટણીમાં હારી ગયા હોવાથી અવારનવાર સરકારી કામોમાં ખલેલ પહોંચાડતા હતા. તલાટી મંત્રી દ્વારા RTIનો જવાબ લેખિતમાં રજિસ્ટર્ડ એડીથી મોકલી બુધવારે રૂબરૂ ચકાસણી કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં સોમવારે જ તાત્કાલિક માહિતી માંગી તલાટી મંત્રી સાથે ગેરવર્તણૂક કરી હતી. મામલો શાંત પાડવા જતાં ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ઝપાઝપી થઈ છે. હાલમાં સરપંચ ભૌતિકભાઈ સુહાગીયા અને તેમની સામે ચૂંટણી લડીને હારેલા નીતિનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં પોલીસે બંને પક્ષની ફરિયાદ લીધી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan