Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

RTO ચલણની ફેક લિંક મોકલી ભેજાબાજે ખાતું ખાલી કર્યું:ભાવનગરમાં પેટ્રોલપંપ સંચાલક સાથે 5 લાખથી વધુનું સાયબર ફ્રોડ, વેપારીના એકાઉન્ટમાંથી 8 ટ્રાન્ઝેક્શન કરી પૈસા સગેવગે કરાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 4 views
RTO ચલણની ફેક લિંક મોકલી ભેજાબાજે ખાતું ખાલી કર્યું:ભાવનગરમાં પેટ્રોલપંપ સંચાલક સાથે 5 લાખથી વધુનું સાયબર ફ્રોડ, વેપારીના એકાઉન્ટમાંથી 8 ટ્રાન્ઝેક્શન કરી પૈસા સગેવગે કરાયા
ભાવનગર શહેરમાં આરટીઓ (RTO) ચલણ ભરવાના બહાને એક યુવા પેટ્રોલપંપ સંચાલક સાથે રૂ. 5.09 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાહનના ઈ-ચલણની લિંક મોકલી ભેજાબાજે ફરિયાદીના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું હતું અને ગણતરીના દિવસોમાં બેંક ખાતામાંથી અલગ-અલગ આઠ વ્યવહારો કરીને મોટી રકમ ઉપાડી લીધી હતી. પોતાના ખાતામાંથી અચાનક નાણાં કપાઈ ગયા હોવાની જાણ થતાં ભોગ બનનાર વેપારીએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. કારના ઈ-ચલણ પેટે દંડ ભરવાની લિંક મોકલી જાળ બિછાવી સમગ્ર બનાવની વિગત મુજબ, ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા માધવ પાર્ક-1 ખાતે રહેતા અને રામમંત્ર મંદિર નજીક એચપી સર્વિસીસ સેન્ટર નામે પેટ્રોલ પંપ ચલાવતા 27 વર્ષીય હિત્વરાજસિંહ વનરાજસિંહ સરવૈયા સાથે આ ઠગાઈ થઈ હતી. ગત 24 ઓગસ્ટના રોજ તેમના મોબાઈલ ફોન પર તેમની કારના નંબર GJ-04-AX-0823 નો બાકી દંડ ભરવા અંગેનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં આરટીઓ ચલણની સત્તાવાર દેખાતી એક શંકાસ્પદ લિંક આપવામાં આવી હતી. વેપારીએ આ લિંક પર ક્લિક કરતાં તેમાં એરર આવતી હોવાથી તેમણે તે મેસેજ ડિલીટ કરી નાખ્યો હતો. મોબાઈલ હેક કરી આઠ ટ્રાન્ઝેક્શન દ્વારા 5.09 લાખ ઉપાડી લીધા જોકે લિંક ઓપન થતાંની સાથે જ સાયબર ઠગ દ્વારા તેમના મોબાઈલનું તમામ ગુપ્ત એક્સેસ મેળવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ 28 ઓગસ્ટના રોજ વેપારીના ઈમેલ પર બેંકમાંથી નાણાં કપાયા હોવાની નોટિફિકેશન આવી હતી. તેમણે તાત્કાલિક બેંક સ્ટેટમેન્ટ તપાસતાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા ભેજાબાજે તેમના બેંક એકાઉન્ટમાંથી ક્રમશઃ 8 ટ્રાન્ઝેક્શન કરીને કુલ 5,09,928 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે મોટું સાયબર ફ્રોડ થયું હોવાનું સમજાતાં જ વેપારી ચોંકી ઉઠ્યા હતા. ભાવનગર સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા આ સમગ્ર મામલે હિત્વરાજસિંહ સરવૈયાએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ પુરાવા અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ સાયબર સેલની ટીમે જે ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો એકત્ર કરીને તે એકાઉન્ટ્સ ફ્રીઝ કરાવવા અને આરોપી સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan