Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

'સાવરકર પર પ્રશ્ન પૂછવો અપરાધ નથી':કેરળમાં સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝનો મામલો ગરમાયો, શિક્ષકના નિલંબન સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 6 views
'સાવરકર પર પ્રશ્ન પૂછવો અપરાધ નથી':કેરળમાં સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝનો મામલો ગરમાયો, શિક્ષકના નિલંબન સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને
કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં આયોજિત શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવતા શિક્ષક ગુરુ પ્રસાદને નિલંબિત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સખત વિરોધ નોંધાવી નિલંબન તાત્કાલિક પરત ખેંચવાની માગ કરી છે. 'સાવરકર પર પ્રશ્ન પૂછવો અપરાધ નથી' મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. નારાયણ લાલ ગુપ્તાએ જણાવ્યું કે, સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે. તેમનું ક્રાંતિકારી જીવન, બ્રિટિશ શાસન દ્વારા આપવામાં આવેલી સજા અને અંદમાનની સેલ્યુલર જેલમાં તેમનો કારાવાસ ઇતિહાસના અભ્યાસનો ભાગ છે. કોઈ ઐતિહાસિક વ્યક્તિત્વ વિશે પ્રશ્ન પૂછવો અપરાધ, શિસ્તભંગ કે કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાનો પ્રચાર ગણી શકાય નહીં. ‘સ્વાતંત્ર્ય આંદોલન કોઈ એક વિચારધારાની મિલકત નથી’ મહાસંઘે કહ્યું કે, ભારતનું સ્વાતંત્ર્ય આંદોલન કોઈ એક પક્ષ કે વિચારધારાની સંપત્તિ નથી. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સરદાર પટેલ, લોકમાન્ય તિલક, અરવિંદ અને સાવરકર સહિત અનેક રાષ્ટ્રભક્તોના યોગદાનથી દેશની રાષ્ટ્રીય ગાથા રચાઈ છે. સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ મહાસંઘના મહામંત્રી પ્રો. ગીતા ભટ્ટે કહ્યું કે, જો પ્રશ્નાવલી સંબંધિત ઉપજિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ અને મંજૂરી બાદ શાળાઓમાં મોકલવામાં આવી હતી, તો કોઈ ભૂલ માટે માત્ર પ્રશ્ન તૈયાર કરનાર શિક્ષકને જવાબદાર ઠેરવવો યોગ્ય નથી. પ્રશ્નની તૈયારી, તેના સ્ત્રોત, તપાસ અને મંજૂરીની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ‘નિલંબનથી શિક્ષકોમાં ભયનું વાતાવરણ સર્જાશે’ પ્રો. ભટ્ટે વધુમાં કહ્યું કે, તપાસ પૂર્ણ થાય તે પહેલાં નિલંબન જેવી કાર્યવાહી કરવાથી શિક્ષક સમુદાયમાં ભય અને આત્મ-સેન્સરશિપનું વાતાવરણ ઊભું થઈ શકે છે. શિક્ષણનું કાર્ય વિદ્યાર્થીઓમાં પ્રશ્ન કરવાની, તર્ક કરવાની, પુરાવા તપાસવાની અને વિવિધ ઐતિહાસિક દૃષ્ટિકોણ સમજવાની ક્ષમતા વિકસાવવાનું છે. સાવરકર અંગે પ્રશ્ન પૂછવો ગંભીર શૈક્ષણિક અપરાધ કેવી રીતે? મહાસંઘે એવો પણ સવાલ ઉઠાવ્યો કે, સાવરકરનું નામ વિવિધ સરકારી અને જાહેર સંદર્ભોમાં ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પોર્ટ બ્લેરના હવાઈમથકનું નામ વીર સાવરકરના નામ પરથી રાખવામાં આવ્યું છે, ઇન્દિરા ગાંધી સરકારના સમયમાં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને સંસદ ભવનમાં તેમનું ચિત્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારે શાળાકીય ક્વિઝમાં સાવરકર અંગે પ્રશ્ન પૂછવો ગંભીર શૈક્ષણિક અપરાધ કેવી રીતે બની શકે? ‘ઇતિહાસનો વિવેચનાત્મક અભ્યાસ કરાવો’ શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે, મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિત્વોને ઇતિહાસમાંથી દૂર કરવાને બદલે તથ્યો, પુરાવાઓ અને ઐતિહાસિક સંદર્ભોના આધારે તેમનો વિવેચનાત્મક અભ્યાસ કરાવવામાં આવવો જોઈએ. શિક્ષણને રાજકીય કે વૈચારિક દબાણથી મુક્ત રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો છે. સેવામાં પુનઃસ્થાપિત કરવાની માગ કરી મહાસંઘે શિક્ષક ગુરુ પ્રસાદનું નિલંબન તાત્કાલિક પરત ખેંચી સેવામાં પુનઃસ્થાપિત કરવાની, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગૌરવનું રક્ષણ સુનિશ્ચિત કરવાની માગ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan