Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સાયબર ઠગાઈ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતી ગેંગના 2 ઝડપાયા:નવસારીમાં ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત કાર્યવાહી; ₹22 લાખથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 4, 2026 👁 2 views
સાયબર ઠગાઈ માટે બેંક એકાઉન્ટ ભાડે આપતી ગેંગના 2 ઝડપાયા:નવસારીમાં ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત કાર્યવાહી; ₹22 લાખથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા
નવસારી જિલ્લામાં સાયબર ગુના રોકવા માટે પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ' શરૂ કર્યું છે. આ અંતર્ગત જલાલપોર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સાયબર ઠગોને કમિશન પર બેંક એકાઉન્ટ ભાડે આપતી ગેંગના બે સભ્યોને પકડ્યા છે. પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આશરે ₹22.03 લાખના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલો ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) નવી દિલ્હી દ્વારા શેર કરાયેલી માહિતીથી સામે આવ્યો. I4C એ સાયબર ફ્રોડમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ્સ વિશે જાણકારી આપી હતી. આ માહિતીના આધારે તપાસ કરતા 'સમન્વય પોર્ટલ' પર નવસારીની કેનેરા બેંક બ્રાન્ચનું એક શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ મળ્યું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ એકાઉન્ટ જલાલપોરમાં રહેતા અને મૂળ મોરબીના મયુરકુમાર ઉર્ફે મુરલી મુકુંદરાય પીઠડીયાના નામે હતું. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ડિજિટલ સર્વેલન્સની મદદ લીધી. આના આધારે આરોપી મયુરકુમાર પીઠડીયાને તેના ઘરેથી પકડવામાં આવ્યો. તેની પૂછપરછ અને ટ્રેકિંગથી આ ગુનામાં સામેલ અન્ય સભ્ય રાહુલ ભરતભાઈ રાઠોડને પણ પકડી લેવાયો. આરોપીઓ વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સાયબર ફ્રોડનો ગુનો પહેલાથી નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓમાં મયુરકુમાર ઉર્ફે મુરલી મુકુંદરાય પીઠડીયા (ઉંમર 35, ધંધો: વેલ્ડિંગ વર્કર, રહે. મહાવીર સોસાયટી, જલાલપોર, મૂળ રહે. મોટા દહીંસરા, જિ. મોરબી) અને રાહુલ ભરતભાઈ રાઠોડ (ઉંમર 28, ધંધો: મજૂરી, રહે. આનંદ ભુવનની ચાલ, જલાલપોર રોડ, નવસારી, મૂળ રહે. મહેતા ખંભાળીયા, જિ. રાજકોટ)નો સમાવેશ થાય છે. આ ગુનામાં નિખિલ દિનેશભાઈ મકવાણા (રહે. બવસરનગર સોસાયટી, કતારગામ, સુરત) વોન્ટેડ છે. આ ઓપરેશનમાં જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ, PSI ડી.એન. ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ, ઉમેશભાઈ, અજયસિંહ, પિયુષભાઈ અને કોન્સ્ટેબલ પોપટભાઈ, ધીરજકુમાર, મયુરભાઈ, વિમલભાઈ અને જીતેન્દ્રભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan