Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય

📰 Sandesh 🕐 1 min read 📅 September 2, 2026 👁 5 views
Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય
જમ્મુ-કાશ્મીરમાં સાંબા-બાટલ રોડના સમારકામ અને પુનઃસ્થાપન માટે કેન્દ્ર સરકારે ઝડપી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે સ્થાનિક લોકોની માગને ધ્યાનમાં લઈને રોડની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી. 1 સપ્તાહમાં રકમ રિલીઝ કરાશે ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે 31 ઓગસ્ટના રોજ સ્થાનિક રહેવાસીઓને ખાતરી આપવામાં આવી હતી કે Border Roads Organisation (BRO) દ્વારા રોડના સમારકામ અને પુનઃસ્થાપન સાથે જોડાયેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત જરૂરી નાણાંની મંજૂરી પણ ઝડપથી આપવામાં આવશે તેમ જણાવાયું હતું. આ ખાતરીના માત્ર 48 કલાકની અંદર BROએ સાંબા-બાટલ રોડના પુનર્વસન માટે ₹38.84 કરોડની ફાળવણીના આદેશ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, મંજૂર રકમ આગામી એક સપ્તાહની અંદર રિલીઝ કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી રોડનું કામ નાણાંની ફાળવણીની રાહ જોયા વિના તાત્કાલિક શરૂ કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી રોડના સમારકામ અને પુનઃસ્થાપનની માગ કરી રહેલા સ્થાનિક લોકો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશા સાંબા-બાટલ રોડ સ્થાનિક લોકોની અવરજવર માટે મહત્વપૂર્ણ માર્ગ છે. રોડની સ્થિતિમાં સુધારો થતાં સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશા છે. સરકાર અને BRO દ્વારા ઝડપથી લેવાયેલા નિર્ણયને સ્થાનિક લોકોની માંગને પ્રાથમિકતા આપતી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. ડૉ. જિતેન્દ્ર સિંહે BRO દ્વારા ઝડપી કાર્યવાહી કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકોને આપવામાં આવેલી ખાતરી બાદ માત્ર 48 કલાકમાં જ જરૂરી નાણાંની ફાળવણી માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હવે રોડના પુનર્વસનનું કામ તાત્કાલિક ધોરણે આગળ વધારવામાં આવશે. આ પણ વાંચો : ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan