top
SEDGs બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેશનલ ઝોનની નવી પહેલ:NIEPA એવોર્ડ વિજેતા પાટણ DPEO ડૉ. નરેન્દ્રસિંહ ચાવડાએ NEP 2020 મુજબ શરૂ કરી
રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) 2020 ની માર્ગદર્શિકા મુજબ, ડૉ. ચાવડાએ એક ખાસ યોજના શરૂ કરી છે. આ યોજના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના (SEDGs) બાળકોના સર્વાંગી વિકાસ માટે છે. આ પહેલ હેઠળ 'સ્પેશિયલ એજ્યુકેશનલ ઝોન' (SEZ) બનાવવામાં આવ્યા છે. અહીં વંચિત જૂથના વિદ્યાર્થીઓને બધી સુવિધાઓ અને યોગ્ય માર્ગદર્શન મળે છે. આ યોજનાનો મુખ્ય હેતુ SEDGs જૂથના હોશિયાર બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેથી તેઓ ભવિષ્યમાં પોતાની આવડતથી આગળ વધી શકે. DPEO ડૉ. નરેન્દ્ર સિંહ ચાવડાના આ નેતૃત્વ અને નવીનતાથી પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. શિક્ષણ જગતે આ પહેલને આવકારી છે.
Read full article on Divya Bhaskar