top
સેલ્ફીના ચક્કરમાં સગીરાનો ગયો જીવ!
સેલ્ફીનો શોખ સગીરા માટે જીવલેણ સાબિત થયો. સેલવાસના નક્ષત્ર ગાર્ડન નજીક દમણગંગા નદી કાંઠે પરિવાર સાથે ફરવા આવેલી કાજલ કુમારી નામની સગીરા નદીના કિનારે બેસીને ફોટા પડાવી રહી હતી, ત્યારે અચાનક પાણીમાં ડૂબવા લાગી હતી. આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સગીરાની શોધખોળ હાથ ધરી હતી અને કલાકોની મહેનત બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન ડૂબતા પહેલાનો સગીરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Read full article on News18 Gujarati