Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર યુવકને 20 વર્ષની સખત કેદ:ભોગ બનનારને 3 લાખનું વળતર, કલોલ કોર્ટે અનિયંત્રિત કામના અને ક્રોધને મનુષ્યનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 3 views
સગીરા પર દુષ્કર્મ ગુજારનાર યુવકને 20 વર્ષની સખત કેદ:ભોગ બનનારને 3 લાખનું વળતર, કલોલ કોર્ટે અનિયંત્રિત કામના અને ક્રોધને મનુષ્યનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો
કલોલના છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવારનવાર શારીરિક શોષણ આચરવાના ગંભીર ગુનામાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને પીડિતાને ત્રણ લાખનું વળતર ચુકવવા હુક્મ કર્યો છે. ઉલ્લેખનીય છેકે એડિશનલ સેશન્સ જજ બી. આર. રાજપૂતે ચુકાદાની શરૂઆતમાં જ ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરીને માનવ મનમાં રહેલી અનિયંત્રિત કામના અને ક્રોધને મનુષ્યનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો હતો. સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના છત્રાલ જી.આઈ.ડી.સી. સ્થિત એક કંપની પાસેથી ગત તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ આરોપી અશ્વિનભાઈ ઉર્ફે હળુ શંકરભાઈ નિનામા (રહે. ડેઇયા ગામ, તા. ઝાલોદ, રાજસ્થાન) એ 16 વર્ષ અને 4 માસની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હતું. અવારનવાર શરીર સંબંધ બાંધતો ત્યાર બાદ આરોપી સગીરાને જુદા જુદા સ્થળો પર લઈ જઈ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તત્કાલીન પીઆઈ આર.આર.પરમાર સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. 'આ કૃત્ય કોઈ પણ રીતે માફીને લાયક નથી' જે કેસ કલોલ કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષે એપીપી જીગ્નેશ એચ. જોષી દ્વારા ધારદાર રજૂઆતો અને દલીલો કરવામાં આવી હતી કે,24 વર્ષના આરોપીએ માત્ર 16 વર્ષની સગીરા સાથે આચરેલું આ કૃત્ય કોઈ પણ રીતે માફીને લાયક નથી. જેથી તેને મહત્તમ સજા થવી જોઈએ. 20 વર્ષની સખત કેદ અને પીડિતાને ત્રણ લાખનું વળતર ચૂકવવા હુકમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું હતું કે, કુમળી વયની દીકરીએ જે શારીરિક શોષણ સહન કરવું પડ્યું છે તે સમગ્ર ઘટના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આવા ગુનાઓમાં કાયદામાં પ્રસ્થાપિત કડક સજા કરવી જરૂરી જણાય છે. અંતે જજ બી. આર. રાજપૂતે આરોપી અશ્વિન નિનામાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા કુલ 1 લાખનો દંડ ફટકારી પીડિતાને ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan