Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:ઘરેથી ભગાડી દુષ્કર્મ આચરનાર અને મદદ કરનારની ધરપકડ, અમદાવાદથી ભોગ બનનારને પોલીસે મુક્ત કરાવી પરિવારને સોંપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 3 views
સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:ઘરેથી ભગાડી દુષ્કર્મ આચરનાર અને મદદ કરનારની ધરપકડ, અમદાવાદથી ભોગ બનનારને પોલીસે મુક્ત કરાવી પરિવારને સોંપી
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 16 વર્ષની સગીરાને પ્રેમસંબંધની આડમાં રાખી 2 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને અમદાવાદ ભગાડી જનાર મુખ્ય આરોપી અને આ કૃત્યમાં તેને મદદ કરનાર સાગરીતને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે અમદાવાદથી સગીરાને મુક્ત કરાવીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી. મોરબીના યુવકે સગીરાને પ્રેમસંબંધમાં ફસાવી હતી રાજકોટમાં રહેતી 16 વર્ષની સગીરાને મોરબીના અરમાન શેખ નામના યુવકે પ્રેમસંબંધની જાળમાં ફસાવી હતી. સગીરા સાથે છેલ્લા 2 વર્ષથી સળંગ પ્રેમસંબંધ કેળવી રાખ્યો હતો. આ ઓળખાણ અને પ્રેમસંબંધની આડમાં આરોપી સગીરા પર સતત શારીરિક અત્યાચાર ગુજારી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. 5 દિવસ પહેલા અરમાન સગીરાને ફોસલાવીને પોતાની સાથે ભગાડીને અમદાવાદ લઈ ગયો હતો. આ સમગ્ર ગુનાહિત કૃત્યમાં અફઝલ શેખ નામના શખસે અમદાવાદ ભાગી જવામાં અને આશરો મેળવવામાં મદદ કરી હતી. સગીરાની માતાએ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી સગીરા અચાનક લાપતા થતાં તેના પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. તપાસ બાદ પરિવારને બનાવની સત્યતા સમજાતાં સગીરાની માતા તાત્કાલિક રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગઈ હતી. અને અરમાન શેખ તેમજ મદદ કરનારા અફઝલ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ બી ડિવિઝન પોલીસની ટીમે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે 2 આરોપીને અમદાવાદથી ઝડપ્યા, સગીરાને પરિવારને સોંપી પોલીસે અમદાવાદમાં દરોડો પાડી સગીરાને સુરક્ષિત શોધી કાઢી હતી. આ સાથે જ મુખ્ય આરોપી અરમાન શેખ અને તેને મદદ કરનાર અફઝલ શેખ બંનેની ધરપકડ કરી હતી. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી સગીરાને તેના પરિવારજનોને સોંપી દીધી હતા. બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan