Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

શહેરમાં વેજીટેબલ માર્કેટમાં જ શાકભાજીવાળાઓને બેસાડાશે:ચાંદખેડામાં ત્રણ મહિનાથી રોડની કામગીરી ન કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સૂચના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
શહેરમાં વેજીટેબલ માર્કેટમાં જ શાકભાજીવાળાઓને બેસાડાશે:ચાંદખેડામાં ત્રણ મહિનાથી રોડની કામગીરી ન કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સૂચના
શહેરમાં રોડ રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કડિયાનાકાના રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. જેના પગલે પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. 'હાલમાં પજેશન 17 ટકાનું જ હોવાના કારણે કામ પરત' સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારમાં PPP ધોરણે ગાર્ડન અને લેટ ડેવલોપમેન્ટ કરવા માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. ઓગણજમાં કોપરણ તળાવને ડેવલપમેન્ટ કરવા આર્ટ વર્ક પાર્ક બનાવવાની દરખાસ્ત અને પરત મોકલવામાં આવી છે. પાર્ક બનાવવા માટે બે પ્લોટ આપવામાં આવ્યા હતા. જો કે તેમાં માત્ર 17 ટકા જ પજેશન મળેલું છે. સો ટકા મુજબ ડેવલપમેન્ટ કરવા ડિઝાઈન અને પ્લાન બનાવીને ટેન્ડર કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં પજેશન 17 ટકાનું જ હોવાના કારણે કામ પરત મોકલવામાં આવ્યું છે. ઓછા ભાવ કરવા બેઠક બાદ કામ લાવવાની સૂચના વિવિધ વિસ્તારોમાં ગાર્ડન બનાવવા માટેની જે દરખાસ્ત લાવવામાં આવી હતી. તેમાં મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી અને કોન્ટ્રાક્ટરો અને જે હાલમાં ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના કરતાં ઓછા ભાવ કરવા એસોસિએશનની એક બેઠક કર્યા બાદ ફરીથી કામ લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. બહારના ભાગે ઉભા રહેતા શાકભાજીવાળાઓને દૂર કરવા સૂચના શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા છે. જેમાં 25થી વધારે માર્કેટ હજી સુધી ભરાયા નથી. તેમાં રેગ્યુલર જે લોકોને જગ્યા ફાળવવામાં આવી છે. તેવા લાભાર્થીઓ વેજીટેબલ માર્કેટમાં બેસતા નથી. જેથી એસ્ટેટ વિભાગને સઘન ડ્રાઈવ કરી અને જે લાભાર્થીઓને ફરજિયાત વેજીટેબલ માર્કેટમાં બેસવાનું છે તેમને માર્કેટમાં બેસાડવા માટેની સૂચના આપી છે અને બહારના ભાગે જે લોકો ઉભા રહેતા હોય તેવા શાકભાજીવાળાઓને દૂર કરવાની પણ આજે કમિટીમાં સૂચના આપવામાં આવી છે. જેથી હવે વેજીટેબલ માર્કેટમાં જ શાકભાજીવાળાઓએ ધંધો કરવાનો રહે તેના માટે આ ડ્રાઈવ કરાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan