politics
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે
મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત એક ગુરુદ્વારાની અંદર શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર એક નિહંગ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બાદલના હાથ પર ઈજા પહોંચતાં તેમને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે આશરે 1.45 વાગ્યે નાંદેડના ગુરુદ્વારા નજીક આ ઘટના બની હતી. હોસ્પિટલ જતી વખતે બાદલના હાથ પર કાપડ વીંટાળેલું જોવા મળ્યું હતું. તેમના હાથ પર બે થી ત્રણ ટાંકા આવ્યા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા દરમિયાન બાદલની સુરક્ષામાં તૈનાત ગાર્ડ પણ ઘાયલ થયો હતો. ...
Read full article on Khabarchhe