business
શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, આ 6 રાશિઓને થશે બમ્પર કમાણી
શુક્ર ગ્રહને ધન, ઐશ્વર્ય, સૌંદર્ય, પ્રેમ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ 12 રાશિના જાતકોના જીવન પર પડે છે. 6 નવેમ્બર, 2026ના રોજ મધરાતે 12 વાગ્યે અને 45 મિનિટે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 22 નવેમ્બર સુધી શુક્ર આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શુક્રના આ ગોચરને કારણે અનેક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાના સંકેતો છે. ખાસ કરીને 6 રાશિના જાતકોને શુક્રના ગોચરથી વિશેષ લાભ મળી શકે છે. ચાલો જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ. 1. વૃષભ રાશિ શુક્રદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. રોકાણ સંબંધિત બાબતોમાં મોટો નફો મળવાની શક્યતા છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. લાંબા સમયથી અટકેલાં તમામ કામ કોઈ વિઘ્ન વગર પૂર્ણ થઈ શકે છે. 2. મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે. ઘર-પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને સંબંધો વધુ મજબૂત બનશે. અચાનક ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલાં નાણાં પાછાં મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રમોશન મળવાની પણ શક્યતા છે. 3. સિંહ રાશિ શુક્રના ગોચરની શુભ અસરથી સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં જબરદસ્ત નફો મળી શકે છે. જો તમે નવું વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમય તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. 4. કન્યા રાશિ શુક્રનું ગોચર કન્યા રાશિના જાતકો માટે લાભદાયી રહી શકે છે. અગાઉ કરેલા કોઈ રોકાણમાંથી નાણાકીય લાભ મળી શકે છે. નવું કામ અથવા વ્યવસાય શરૂ કરવા માટે પણ આ સમય અનુકૂળ છે. વેપારમાં કોઈ મોટો સોદો નક્કી થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે છે. 5. વૃશ્ચિક રાશિ શુક્રનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા છે. રોકાણ માટે પણ આ સમય અનુકૂળ રહી શકે છે, જેમાં ભવિષ્યમાં નફો મળવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલાં કામ પણ પૂર્ણ થઈ શકે છે. 6. મીન રાશી મીન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભદાયી સાબિત થઈ શકે છે. વેપારીઓને કોઈ મોટો સોદો મળી શકે છે, જેમાં સારો નફો થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળી શકે છે. જોકે, મીન રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન નાણાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈ પણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Read full article on Abp News