top
મનપસંદ જીમખાના જુગાર કેસ:આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી રદ, SMCએ દરોડો પાડી 191 આરોપીઓને ઝડપી પાડ્યા'તા
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરિયાપુરમાં આવેલ મનપસંદ જીમખાનામાં ચાલતી જુગાર પ્રવૃતિ ઉપર રેઇડ પાડવામાં આવી હતી. જે સંદર્ભે નિકુંજ ખત્રી દ્વારા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને નકારી નાખવામાં આવી છે. જીમખાનામાં કોઈ હોદો ન ધરાવતો હોવાની રજૂઆત અરજદાર તરફે રજૂઆત કરાઈ હતી કે તે જીમખાનામાં કોઈ હોદ્દો ધરાવતા નથી. બિલ્ડિંગ 11 મહિના અને 29 દિવસ માટે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડને ભાડા કરારથી આપેલ છે. તેમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિ નહીં કરવાનો કરારમાં ઉલ્લેખ છે. તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. આરોપીનો બિલ્ડિંગમાં 33 ટકા હિસ્સો હોવાની પોલીસની રજૂઆત પોલીસ તરફે રજૂઆત કરાઈ હતી કે, આરોપી બિલ્ડિંગમાં 33 ટકા હિસ્સો ધરાવે છે. મનોરંજનની આડમાં જુગાર રમાડવા બદલ ભાડા પેટે 18 હજાર રૂપિયા ચેકથી અને 55 હજાર રૂપિયા રોકડા મેળવાતા હતા. કેસમાં અત્યાર સુધી 191 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દર્શનીય રીતે અરજદારની આ ગુનાહિત પ્રવૃત્તિમાં અને જુગારીઓને સવલતો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા જણાઈ આવે છે. અરજદાર સામે અન્ય 2 ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ કેસમાં તેની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી જણાય છે. ગુનાની ગંભીરતા અને તપાસ ચાલુ હોવાથી અરજદાર નિકુંજ ખત્રીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.
Read full article on Divya Bhaskar