Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સ્મૃતિ બોલ્યા- રાહુલ મહિલાઓના સમર્થક છે તો સાબિત કરે:33% મહિલા અનામત લાગુ થવા દો; આખું વંદે માતરમ પણ ગાઓ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 3 views
સ્મૃતિ બોલ્યા- રાહુલ મહિલાઓના સમર્થક છે તો સાબિત કરે:33% મહિલા અનામત લાગુ થવા દો; આખું વંદે માતરમ પણ ગાઓ
ભાજપના મહાસચિવ સ્મૃતિ ઈરાનીએ રવિવારે જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી મહિલાઓના સમર્થક હોય તો તેમણે પહેલા મહિલા અનામત લાગુ કરવાને સમર્થન આપવું જોઈએ. તેમણે 33% અનામત લાગુ કરાવવા અને સંપૂર્ણ વંદે માતરમના ગાનને સમર્થન આપીને પોતાની વાત સાબિત કરવી જોઈએ. સ્મૃતિએ કહ્યું કે વંદે માતરમના છેલ્લા 2 ફકરા દેવી દુર્ગાને સમર્પિત છે. સ્મૃતિનું આ નિવેદન રાહુલ ગાંધીના પુણેમાં યોજાયેલા 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમ પછી આવ્યું છે. જ્યાં રાહુલે છોકરીઓને કહ્યું હતું કે તેમણે પિતૃસત્તાનો અંત લાવવો જોઈએ. રાહુલ ગાંધીએ શનિવારે પુણેમાં વિદ્યાર્થિનીઓ સાથે વાત કરતા ‘મનુસ્મૃતિની માનસિકતા’ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેણે મહિલાઓને પુરુષોના તાબામાં રહેવા મજબૂર કરી છે. વંદેમાતરમ પૂરું ન ગવાયું તે અંગે પણ સ્મૃતિ બોલ્યા સ્મૃતિએ કહ્યું- "હિંદુ ધાર્મિક પરંપરામાં 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા'ની ભાવના રહેલી છે અને ભગવતી, લક્ષ્મી તથા સરસ્વતી જેવી દેવીઓની પૂજા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે દેવી દુર્ગાને શક્તિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. હું આગ્રહ કરું છું કે કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમનું પૂરું સંસ્કરણ ગાવામાં આવે, જેમાં દેવી દુર્ગાનું આહ્વાન કરતી પંક્તિઓ પણ શામેલ હોય." રાહુલે મહિલાઓને પિતૃસત્તા ખતમ કરવા કહ્યું હતું રાહુલ ગાંધી ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં હાજર હતા. અહીં લગભગ 15 હજાર વિદ્યાર્થિનીઓ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહિલાએ જીવનના દરેક તબક્કે પુરુષ સંબંધીઓના આધીન રહેવું પડે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહિલાઓને આગળ વધતા રોકવા માટે સમાજમાં હિંસાનો ઉપયોગ કરવામાં આવે છે અને 80% મહિલાઓ ઉત્પીડનનો સામનો કરે છે. કોંગ્રેસે કહ્યું હતું કે વંદે માતરમના બે જ અંતરા ગાશે કોંગ્રેસે વંદે માતરમને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે 19 ઓગસ્ટે કહ્યું હતું કે પાર્ટી 1937માં થયેલી કોંગ્રેસ બેઠકમાં લેવાયેલા નિર્ણયનું પાલન કરશે. આ અંતર્ગત પાર્ટીના કાર્યક્રમોમાં વંદે માતરમના ફક્ત બે અંતરા ગાવામાં આવશે. કેસી વેણુગોપાલે કહ્યું કે વંદે માતરમ અને રાષ્ટ્રગાન કોંગ્રેસ માટે ભાવનાત્મક મુદ્દાઓ છે, જ્યારે ભાજપ માટે આ રાજકીય મુદ્દાઓ છે. 1950માં બંધારણ સભાએ વંદે માતરમને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો હતો. તેમાં કુલ 6 અંતરા છે. ભાજપનો દાવો- કોંગ્રેસ મુખ્યાલયમાં વંદેમાતરમ રોકવામાં આવ્યું હતું 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન વંદેમાતરમ પર કોંગ્રેસી નેતાઓના વર્તનને લઈને વિવાદ થઈ રહ્યો છે. ભાજપનો આરોપ છે કે ગીત દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષે ગીત રોકવાનો પ્રયાસ કર્યો હતો. 2026 વંદે માતરમના અપમાન પર કાયદો બન્યો 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું હતું. લાંબા સમય સુધી તેના અપમાન પર કોઈ અલગ કાયદો નહોતો, પરંતુ 2026ના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારે 'રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ' બનાવ્યો. આ કાયદા હેઠળ ‘વંદે માતરમ્’ના ગાનને જાણી જોઈને રોકવું, તેમાં અવરોધ ઉભો કરવો અથવા તેનું જાહેરમાં અપમાન કરવું દંડનીય અપરાધ ગણાશે. આવું કરવા પર 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે. આ વખતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન પ્રથમ વખત લાલ કિલ્લા પરથી ‘વંદે માતરમ્’ના પૂરા 6 પદ ગાવામાં આવ્યા. --------------------- આ સમાચાર પણ વાંચો... રાહુલ બોલ્યા- મહિલાઓ વિરુદ્ધ 3 પ્રકારની હિંસા:પહેલી- જન્મ થતા જ હત્યા, બીજી- શારીરિક અત્યાચાર, ત્રીજી- આર્થિક બંધનો રાહુલ ગાંધીએ શનિવારે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં કહ્યું કે દેશની દીકરીઓનું આઝાદ થવું જરૂરી છે. પિતા, પતિ અને પુત્ર સાથે તમારો સંબંધ છે, પરંતુ તમારી ઓળખ તેમનાથી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર...
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan