top
સંતરામપુરમાં ખેડૂતોના ઘર પાસેથી વિશાળ અજગરનું કરાયું રેસ્ક્યુ
સંતરામપુરના સિંગલગઢ ગામમાં 7 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો હતો. સ્થાનિક ખેડૂતના ઘર પાસે એક અજગર અચાનક આવી ચડતા ખેડૂત પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ બનાવ અંગેની જાણ ખેડૂત દ્વારા વન વિભાગ તથા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને કરવામાં આવી હતી. આખરે ટ્રસ્ટની ટીમે ઘટના સ્થળે પહોંચીને મહામહેનતે મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read full article on News18 Gujarati