Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહીસાગર SOGએ 20 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના લૂંટ કેસમાં વોન્ટેડ હતો; પથ્થરમારો કરી મોટરસાયકલ અને રોકડની લૂંટ કરી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
મહીસાગર SOGએ 20 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના લૂંટ કેસમાં વોન્ટેડ હતો; પથ્થરમારો કરી મોટરસાયકલ અને રોકડની લૂંટ કરી હતી
મહીસાગર SOGએ મધ્યપ્રદેશના મેઘનગર રેલવે સ્ટેશન પરથી 20 વર્ષથી ફરાર લૂંટ અને ધાડના આરોપી પીકું ભુરિયાને ઝડપી પાડ્યો છે. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2006ના ગુનામાં આ આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશન દરમિયાન બાતમીના આધારે SOG ટીમે સફળ કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો હતો. મેઘનગર રેલવે સ્ટેશનેથી આરોપી ઝડપાયો મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ શરૂ કરાઈ હતી. SOG PI વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ PSI એચ.બી. સિસોદીયાની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. મધ્યપ્રદેશના મેઘનગર રેલવે સ્ટેશન પરથી લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી પીકું ભુરિયાને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2006માં પથ્થરમારો કરી લૂંટ ચલાવી હતી વર્ષ 2006માં સંતરામપુરના આંબા ગામે ભજનમાં જઈ રહેલા ફરિયાદી અને સાહેદોને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. હુમલાખોરોએ પથ્થરમારો કરીને તેમની મોટરસાયકલ, રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે સંતરામપુર પોલીસ મથકે લૂંટ અને ધાડ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને સંતરામપુર પોલીસને સોંપવામાં આવ્યો ઝડપાયેલો આરોપી પીકું ભુરિયા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના નેગડીયા ગામનો વતની છે. SOG ટીમે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan