Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નર્મદા SOGએ કુમસગામમાંથી ગાંજા સાથે એક પકડ્યો:₹1.25 લાખથી વધુનો સુકો અને લીલો ગાંજો જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 3 views
નર્મદા SOGએ કુમસગામમાંથી ગાંજા સાથે એક પકડ્યો:₹1.25 લાખથી વધુનો સુકો અને લીલો ગાંજો જપ્ત
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને ઉત્પાદન રોકવા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત SOG નર્મદાએ નાંદોદ તાલુકાના કુમસગામમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 1.25 લાખથી વધુનો ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને નર્મદા જિલ્લા I/C પોલીસ અધિક્ષક પી.આર. પટેલની સૂચનાના આધારે SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળા અને PSI સી.ડી. પટેલને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. SOG ટીમે નાંદોદ તાલુકાના કુમસગામના ખડકી ફળિયામાં રહેતા મુકેશભાઈ બાલુભાઈ વસાવાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી 704 ગ્રામ સુકો ગાંજો, જેની કિંમત રૂ. 35,200 છે, તે મળી આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીના વાડામાં વાવેલા લીલા ગાંજાના 4 છોડ પણ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 1.609 કિલોગ્રામ હતું. પોલીસે રૂ. 10,000ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. પોલીસે કુલ રૂ. 1,25,650નો મુદ્દામાલ કબજે કરી આરોપી મુકેશભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. આ મામલે આમલેથા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગને અટકાવવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan