crime
SOGની કાર્યવાહી:માંડવી રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગરેટના જથ્થા સાથે એક ઝડપાયો, SOG ટીમે રૂપિયા 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેર એસ.ઓ.જી. (SOG) ટીમે માંડવી, નજરબાગ સામે આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસેથી પ્રતિબંધિત ઈ-સિગરેટના (વેપ) જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે બિનઅધિકૃત ઈ-સિગરેટ અને મોબાઈલ ફોન મળીને કુલ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો એસ.ઓ.જી.ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિશાંત શિવાજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પી.એસ.આઈ. આર.એન. સિસોદીયા અને તેમની ટીમે માંડવી, નજરબાગ રોડ પર રિક્ષા સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન કાગળની થેલી લઈને શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા નોમાન સલીમભાઈ દૂધવાલા નામના શખ્સને અટકાવીને તલાશી લેવાતાં, તેની થેલીમાંથી 'OXBAR ICE-NIC CONTROL' કંપનીની વિવિધ ફ્લેવરની પ્રતિબંધિત ઈ-સિગરેટો મળી આવી હતી. ન્યાયમંદિરના વેપારી પાસેથી જથ્થો ખરીદ્યાની કબૂલાત: એક વોન્ટેડ પૂછપરછ દરમિયાન આરોપી નોમાન દૂધવાલાએ કબૂલાત કરી હતી કે આ ઈ-સિગરેટનો જથ્થો તેણે ન્યાયમંદિર વિસ્તારમાં રહેતા ખાલીદ ઉસ્માનભાઇ જાગલીવાલા પાસેથી ખરીદ્યો હતો અને તે છૂટકમાં ગ્રાહકોને વેચતો હતો. આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં 'તમાકુ નિયંત્રણ અધિનિયમ' અને 'ધ પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ એક્ટ'ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી નોમાન સલીમભાઇ દૂધવાલા (રહે. નોમાન મંજિલ, મરકસ મસ્જીદ પાસે, ઘી કાંટા રોડ, નાગરવાડા, વડોદરા)ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર ખાલીદ ઉસ્માનભાઇ જાગલીવાલા (રહે. ન્યાયમંદિર, ખાટકીવાડ, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar