top
Somnath Temple: સોમનાથ દાદાના દર્શને આવ્યા આસામના CM
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ગુજરાતના મહેમાન બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આસામના મુખ્યમંત્રીએ આજે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિગ સોમનાથ ખાતે પૂજા અર્ચના કરી હતી. પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શને આવેલા હિંમતા બિસ્વા સરમાનું મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સોમનાથ પહોંચેલા આસામના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ એ મહિલા વિરોધી પાર્ટી છે. કોંગ્રેસના કારણે સમાન અધિકાર મહિલાઓને નથી મળ્યો, માટે મહિલાઓએ કોંગ્રેસનો બહિષ્કાર કરવો જોઈએ.
Read full article on News18 Gujarati