Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Sonam Wangchuk એ Aamir Khanની ખોલી પોલ, કહ્યું 'શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે..'

📰 Sandesh 🕐 1 min read 📅 August 30, 2026 👁 8 views
Sonam Wangchuk એ Aamir Khanની ખોલી પોલ, કહ્યું 'શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે..'
સોનમ વાંગચુક જ્યારે દિલ્હીના જંતર-મંતર પર NEET પેપરલીક મુદ્દે ભૂખ હડતાળ પર બેઠા હતા, ત્યારે આમિર ખાને તેમને ભૂખ હડતાળ ખતમ કરવાની વિનંતી કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ‘3 ઈડિયટ્સ’ બનાવી રહ્યા હતા ત્યારે તેઓ વાંગચુક વિશે જાણતા નહોતા. ફિલ્મમાં તેમનું રેન્ચોનું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતું. હવે સોનમ વાંગચુકે આમિર ખાનના આ દાવા પર માત્ર કટાક્ષ જ નથી કર્યો, પરંતુ તેમની મજાક પણ ઉડાવી છે. વાંગચુકે તો ત્યાં સુધી કહી દીધું કે આમિરને ‘ગજની’ના પાત્રની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયો હશે. સોનમ વાંગચુકે એક પોડકાસ્ટમાં આ વિશે વાત કરી અને આમિર ખાનના દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે આમિર સાથેની પોતાની જૂની મુલાકાત પણ યાદ કરી અને કહ્યું કે તેમની વચ્ચે '3 ઇડિયટ્સ' ફિલ્મ વિશે ખૂબ વિગતવાર મુલાકાત થઈ હતી, જેમાં કેટલાક આઇડિયાઝ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સોનમ વાંગચુકે ઉડાવી આમિર ખાનની મજાક સોનમ વાંગચુકે એક પોડકાસ્ટમાં કહ્યું, ‘ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં તેઓ ગજનીના આઉટફિટમાં મારું ભાષણ જોઈ રહ્યા હતા. કદાચ તેઓ ગજનીના પાત્રમાં હતા, એટલે તેમને શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હશે. 15 મિનિટ પછી ભૂલી ગયા હશે, એટલે મને નવાઈ નથી. બાકી અમારી મુલાકાત ખૂબ વિગતવાર થઈ હતી. અમે સાંભળ્યું છે કે તેઓ પોતાના પાત્રમાં ખૂબ ઊંડા ઉતરી જાય છે, તો કદાચ ગજનીના પાત્રમાં તેઓ એટલા ઊંડા ઉતરી ગયા હતા કે જે એવોર્ડ ફંક્શનમાં તેઓ આવ્યા હતા, જ્યાં હું એવોર્ડ લઈ રહ્યો હતો, એ પણ તેઓ ભૂલી ગયા હશે.’ આમિર સાથે આઇડિયાઝ શેર કર્યા હતા સોનમ વાંગચુકે આગળ જણાવ્યું કે તેમણે આમિર ખાન સાથે ઘણી વખત વિગતવાર વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના આઇડિયાઝ પણ શેર કર્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ‘3 ઈડિયટ્સ’ને પોતાના જીવન પર આધારિત અથવા પોતાની બાયોગ્રાફી નહીં કહે. તેના બદલે તેને તેમનાથી મળેલી પ્રેરણાની અસર કહી શકાય. કદાચ આમિરે ટીમને કહ્યું નહીં હોય વાંગચુકે કહ્યું કે શક્ય છે કે આમિરે અજાણતાં જ તેમની સાથે થયેલી વાતચીતમાંથી કેટલીક બાબતો લીધી હોય અને તેમની પાસેથી મળેલા વિચારો પોતાની ટીમ સાથે શેર કર્યા હોય. ત્યારબાદ ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને તે વિચારો સામેલ કરવામાં આવ્યા હોય. વાંગચુકના જણાવ્યા મુજબ, કદાચ આમિર ખાને પોતાની ટીમને એ જણાવ્યું નહીં હોય કે આ આઇડિયાઝ ક્યાંથી આવ્યા હતા.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan