top
સોનગઢમાં શાળા પાસે જુગારધામ પર LCBનો દરોડો:4 જુગારી રૂ. 47,660ના મુદ્દામાલ સાથે ઝડપાયા
તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે સોનગઢ ટાઉનમાં દરોડો પાડ્યો છે. આ દરોડામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. 47,660/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) કે.આર. પટેલ અને તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે. સોનગઢ ટાઉનના જમાદાર ફળીયામાં આવેલી પ્રાથમિક શાળા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી. જેમાં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ કાશીનાથ જાધવ, અતુલ સિકંદર મલેક, રાહુલ શાંતિલાલ વસાવા અને રવિ રાજેશ ગામીતનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સોનગઢના જમાદાર ફળીયાના રહેવાસી છે, જ્યારે અતુલ મલેક બસ સ્ટેશન પાસે, જમાદાર ફળીયાનો રહેવાસી છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં દાવ પરથી મળેલ રૂ. 6,000/-, અંગઝડતીમાંથી મળેલ રૂ. 11,660/- (કુલ રોકડા રૂ. 17,660/-), ત્રણ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 30,000/-), 104 નંગ ગંજીપાના અને એક પ્લાસ્ટિકનું પાથરણું શામેલ છે. આમ, કુલ રૂ. 47,660/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
Read full article on Divya Bhaskar