politics
અમરેલી SP સંજય ખરાતની અનોખી પહેલ:ડુંગર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરાઈ; અરજદારોને રૂબરૂ મળી પ્રતિભાવ લીધા
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ તથા પારદર્શિતા વધારવા માટે અનોખી પહેલ હાથ ધરી છે. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન તેમણે અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. સ્થાનિક પોલીસની કામગીરી અને નાગરિકોની અરજીઓ પર થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવાના મુખ્ય હેતુથી આ વિશિષ્ટ મુલાકાત ગોઠવવામાં આવી હતી. તપાસની વર્તમાન સ્થિતિ અંગે મેળવી માહિતી SP સંજય ખરાતે અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને અત્યાર સુધી થયેલી તપાસ, લેવાયેલાં પગલાં અને આગળની કાર્યવાહી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. આ સાથે જ પોલીસની કામગીરીથી અરજદારોને સંતોષ છે કે નહીં તે અંગે પણ તેમણે રૂબરૂ પ્રતિભાવ મેળવ્યા હતા. વિવિધ ગુનાઓ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા વાર્ષિક તપાસણી દરમિયાન અસામાજિક તત્વો સામેની કાર્યવાહી, મહિલા સુરક્ષા, જમીન-મિલકત વિવાદો, પારિવારિક પ્રશ્નો અને જાહેરહિતની અરજીઓની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. જિલ્લા પોલીસ વડાએ દરેક કેસમાં નિષ્પક્ષતા, પારદર્શિતા અને સમયબદ્ધ કામગીરી પર ખાસ ભાર મૂક્યો હતો. સંવેદનશીલ અભિગમ સાથે કામ કરવા માર્ગદર્શન અરજદારોએ પોલીસની કામગીરી અને તપાસની નિષ્પક્ષતા સામે પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. SPએ અધિકારીઓને નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, કાયદેસર અને સમયમર્યાદામાં ઝડપી તપાસ પૂર્ણ કરવા સૂચના આપી હતી, જેથી પ્રજાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે.
Read full article on Divya Bhaskar