Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

'સફારી વાળા સિક્યુરિટી ગાર્ડને શોધવાનો છે':મધરાતે જ 10 ટીમ અને હાથથી મેપ બનાવી 10 કિમી વિસ્તાર ફંફોળી નાંખ્યો, અમદાવાદ દુષ્કર્મના આરોપીને કેવી રીતે દબોચ્યો?

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 9, 2026 👁 7 views
'સફારી વાળા સિક્યુરિટી ગાર્ડને શોધવાનો છે':મધરાતે જ 10 ટીમ અને હાથથી મેપ બનાવી 10 કિમી વિસ્તાર ફંફોળી નાંખ્યો, અમદાવાદ દુષ્કર્મના આરોપીને કેવી રીતે દબોચ્યો?
અમદાવાદના જોધપુર ગામમાં બહેનપણી સાથે ભાડાના ફ્લેટમાં રહેતી યુવતી પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે જ આચરેલા દુષ્કર્મનો કેસ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. શહેરની મધ્યમાં આવેલા વિસ્તારમાં આવેલા વિસ્તારમાં દુષ્કર્મના બનાવને અંજામ આપી આરોપી ફરાર થઈ જતા પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપી સુધી પહોંચવાનો હતો. પોલીસે રાત્રે જ અલગ અલગ 10 ટીમો બનાવી તપાસમાં લાગી ગઈ. જે સોસાયટીમાં બનાવ બન્યો ત્યાંથી એક બાદ એક CCTV ચેક કર્યા અને હાથથી મેપ તૈયાર કર્યો. આખીરાત દોડધામ કર્યા બાદ અંતે સવારે હેબતપુર પહોંચી અને દુષ્કર્મીને ઝડપ્યો. મધરાતે જ આરોપી સુધી પહોંચવા પોલીસે કઈ રીતે રણનીતિ બનાવી અને કઈ રીતે પહોંચવી તેની માહિતી ભાસ્કરે મેળવી હતી. 8 ઓગષ્ટની રાત્રે ધાબા પરની એ 80 મિનિટ યુવતી ક્યારેય ભૂલી નહીં શકે અમદાવાદના જોધપુર ગામની એક સોસાયટીના ફ્લેટમાં પીડિતા અન્ય બે યુવતીઓ સાથે ભાડા પર રહે છે. 8 ઓગસ્ટે રાત્રિના 9 વાગ્યાના અરસામાં યુવતીએ મોમોસ મંગાવ્યા હોય તે લઈને ધાબા પર પહોંચી હતી. મોબાઈલ જોઈને મોમોસ ખાઈ રહી હતી. આ સમયે જ સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ પણ ધાબા પર પહોંચ્યો. સામાન્ય દિવસે 9 વાગ્યા આસપાસ સોસાયટીના અન્ય લોકો પણ ધાબા હોય છે પરંતુ, 8 ઓગસ્ટે યુવતી અને ધર્મસિંહ સિવાય કોઈ નહોતું. સવા નવ વાગ્યે યુવતીના મોબાઈલની બેટરી પૂરી થતા નીચે જવાની તૈયારી કરતી હતી. આ સમયે જ ધર્મસિંહ તેની નજીક આવ્યો અને બિભત્સ માગણી કરી. યુવતી ડરી જતા નીચે જવા પ્રયત્ન કરતા જ ધર્મસિંહે યુવતીના ગળામાં વાયર નાખી યુવતીને નીચે પાડી ગળું દબાવી દીધું અને વાયર ગળામાં જ ભરાવી રાખી દુષ્કર્મ આચર્યું હતું. રાતે 10:20ની આસપાસ ધર્મસિંહ ધાબા પરથી નીચે ઉતર્યો ત્યારે યુવતીનો ફોન પણ સાથે લઈ લીધો હતો. ધર્મસિંહે ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા ફ્લેટના અન્ય લોકો મદદે પહોંચ્યા યુવતી એકલી હોવાથી ડરી ગઈ અને તેની સાથે બનેલી ઘટનાને કારણે આઘાતમાં જતી રહી હતી છતાં ધાબા પર બૂમાબૂમ કરી. જેના કારણે ફ્લેટમાં પાંચમાં માળે રહેતા લોકો ભેગા થયા અને મદદે પહોંચ્યા.ઘટના બાબતે પોલીસને જાણ કરાતા 112ની એક ટીમ સવા અગિયાર આસપાસ ફ્લેટ પર પહોંચી ગઈ. જેમ જેમ ઉચ્ચ અધિકારીઓે જાણ થતી ગઈ તમામ ઘટનાસ્થળે પહોંચવા લાગ્યા 112ની ટીમે આનંદનગર PIને જાણ કરતા જ તેઓ 11:30 વાગ્યે ફ્લેટ પર પહોંચી ગયા અને મહિલા પોલીસની મદદથી યુવતીની પૂછપરછ કરી ઘટના બાબતે માહિતી મેળવી. 11:45 બાદ PI આર.એસ પરમારે ACP અને DCPને જાણ કરતા લગભગ 12:15 વાગ્યા સુધી ACP અને DCP સ્થળ પર પહોંચ્યા હતા.યુવતીને સારવારની જરુર હોય હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યારે પોલીસે સોસાયટીના અન્ય લોકોની પૂછપરછ કરી. સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજરને જાણ થતા તેઓ પણ 1:45 સુધી ફ્લેટ પર પહોંચી ગયા ત્યાં સુધી LCB અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ફ્લેટ પર પહોંચી હતી. રાત્રે 2 વાગ્યે જ પોલીસે અલગ અલગ 10 ટીમોની રચના કરી તપાસ શરૂ કરી. આરોપીનું પગેરું મેળવવા એક પછી એક CCTV ચેક કરી રસ્તાનો મેપ તૈયાર કર્યો દુષ્કર્મની ઘટનાને અંજામ આપી આરોપી ધર્મસિંહ 10:27એ ફલેટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.સીસીટીવી તપાસતા આરોપી જોધપુર ગામઠી અંદરના રસ્તેથી ઇસ્કોન તરફ જતા દેખાયો.આરોપીનો ફોન પણ આંબલી રોડ પાસે સ્વીચ ઓફ થઈ ગયો.ત્યાંથી પોલીસે બીજા સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા. અમદાવાદના 3 રેલવે સ્ટેશન પર અલગ અલગ ટીમ ગોઠવાઈ ગઈ આરોપી સિક્યુરિટી ગાર્ડ જે કંપનીમાં કામ કરતો હતો તેના માલિકને રાત્રે જ બોલાવી વિગતો મેળવી હતી.ધર્મસિંહ મૂળ યુપીનો હોવાનું સામે આવતા તે ભાગી જાય તેવી શંકા હતી.જેથી 3 અલગ અલગ ટીમ ચાંદલોડિયા,સાબરમતી અને કાલુપુર રેલ્વે સ્ટેશન રવાના કરવામાં આવી.આ ટીમ સવારે યુપી જતી ટ્રેન ઉપડી ત્યાં સુધી રેલવે સ્ટેશન પર હાજર રહી.પરંતુ આરોપી રેલવે સ્ટેશન આવ્યો નહીં. જેથી આરોપી શહેરમાં જ હોવાનો અંદાજ રાખી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ રાત્રે જ પોલીસની સાથે બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કરાયું આરોપી ઇસ્કોન પાસે એસ.જી હાઈવે તરફ જતો દેખાતો હતો જેથી પોલીસની ટીમ તે તરફ જવા લાગી હતી.આરોપીએ સફારી પહેરી હતી અને રહેતો પણ સોસાયટીમાં ઓરડીમાં જ હતો.આરોપી સફારીમાં જ નિકળ્યો હતો જેથી તમામ ટીમને સફારી વાળો વ્યક્તિ શોધવાની સૂચના આપવામાં આવી હતી.પોલીસે અલગ અલગ વિસ્તારમાં બાતમીદારો પણ સક્રિય હતા.તમામને આરોપીનો ફોટો મોકલવામાં આવ્યો હતો.લગભગ સવારે 6 વાગી સુધી પોલીસ આરોપીને શોધતી રહી હતી પરંતુ આરોપી પોલીસના હાથે લાગ્યો નહતો. આનંદનગર પોલીસ સ્ટેશન માટે મોટી ચિંતા હતી. કારણકે મોટી ઘટના બની પરંતુ આરોપી ઝડપાયો નહતો.ડી સ્ટાફની ટીમ આખી રાત શોધતી રહી હતી.તપાસ કરતા કરતા એસ.જી હાઈવેથી જે જગ્યાએ જઈ શકાય તે જગ્યા પર તપાસ કરી રહી હતી.હેબતપુર પાસે સવારે સાડા સાત વાગ્યે પોલીસની નજર સફારી પહેરીને જઈ રહેલા એક વ્યકિત પર પડી. પકડીને ચેક કરતા ધર્મસિંહ જ નીકળ્યો. ટીમે તાત્કાલિક પીઆઇને જાણ કરી હતી. દુષ્કર્મનો કેસ હોવાથી કપડા પણ પુરાવા હતા જેથી સાવચેતી સાથે આરોપીને આનંદનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.ઉચ્ચ અધિકારીઓને પણ આરોપી ઝડપાયો હોવાની જાણ કરી દેવામાં આવી.પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ દુષ્કર્મની કબૂલાત કરી લીધી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan