top
સરધાર નજીક અણીયારા ગામે સગીરાનો આપઘાત:મૂળ એમપીના શ્રમિક પરિવારની સગીરાને કામે જવા બાબતે કહેતા માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં વધુ એક સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સરધાર નજીક અણીયારા ગામે શ્રમિક પરિવારની 16 વર્ષની સગીરાને કામે જવા બાબતે કહેતા તેને માઠુ લાગી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અણીયારા ગામે જીવદયા ગૌશાળા પાસે શિવરૂદ્ર પાર્ટી પ્લોટ પાછળ રહેતાં મુળ મધ્યપ્રદેશના પ્રભુભાઇ વસમીયાની દિકરી મહિમા (ઉં.વ.16)એ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતા 108મેં બોલાવતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર મહિમા એક ભાઇથી મોટી હતી. તેના માતા-પિતા સહિતના પરિવારજનો ખેત મજૂરી કરે છે. સાંજે 12 વર્ષનો ભાઇ રૂમ ખાતે આવ્યો ત્યારે બહેન દરવાજો ખોલતી ન હોઇ જેથી દરવાજો તોડીને જોતાં બહેન લટકતી જોવા મળતાં તે અવાચક થઇ ગયો હતો તેણે દાંતરડાથી દોરી તોડી બહેનને નીચે ઉતારી હતી અને માતા-પિતાને જાણ કરી હતી. મહિમાને માતા-પિતાએ કામે સાથે આવવાનું કહ્યું હતું પણ તે કામે જવા ઇચ્છતી ન હતી જેથી તેને ઠપકો મળતાં માઠુ લાગી જવાથી પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Read full article on Divya Bhaskar