Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat : બોગસ કબજા રસીદો બનાવી 14.10 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો, તેનું કારસ્તાન જાણી ચોંકી જશો

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
Surat : બોગસ કબજા રસીદો બનાવી 14.10 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો, તેનું કારસ્તાન જાણી ચોંકી જશો
સુરત શહેરમાં બોગસ દસ્તાવેજો અને કબજા રસીદો ઊભી કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક ઇસમ પોલીસના સકંજામાં આવી ગયો છે. સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનની ટીમે ગુનાને અંજામ આપીને ફરાર થયેલા આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. બોગસ કબજા રસીદો ઊભી કરીને લાખો રૂપિયા પડાવ્યા સચિન જીઆડીસી વિસ્તારના પાલી ગામમાં બોગસ કબજા રસીદો ઊભી કરીને લાખો રૂપિયા પડાવવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. આરોપી પ્યારે મોહન મિશ્રાએ ફરિયાદી અને સાહેદ સાથે મળીને ખોટા અને બોગસ દસ્તાવેજોના આધારે કુલ 14.10 રૂપિયાની છેતરપિંડી આચરી હતી અને ત્યારબાદ તે નાસતો ફરતો હતો. યુપીના જૈનપુરમાંથી ઝડપાયો આ સમગ્ર પ્રકરણ અંગે સચિન જીઆડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઉત્તર પ્રદેશમાં છુપાયો છે. જેના આધારે સચિન જીઆડીસી પોલીસની એક ટીમ યુપીના જૈનપુર ખાતે પહોંચી હતી અને આરોપી પ્યારે મોહન મિશ્રાને દબોચી લીધો હતો. સુરત લાવી વધૂ પૂછપરછ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને સુરત લાવવાની સાથે કાયદેસરની સઘન પૂછપરછ અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બોગસ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો : Sandesh Digital Explainer : 12 ઓગસ્ટે આકાશમાં શું થશે? સોશિયલ મીડિયામાં ચાલતી વાતો ખરેખર સાચી છે ? જાણો રસપ્રદ વાતો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan