top
Surat News: અડાજણમાંથી પ્રતિબંધિત વિદેશી સિગરેટના જથ્થા સાથે એક ઝડપાયો
સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની ટીમે અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી નિતેશભાઈ અશોકભાઈ ભગવાગર નામના શખ્સને પ્રતિબંધિત વિદેશી સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 34,000 નો વિદેશી સિગરેટનો જથ્થો જપ્ત પોલીસ દરોડા દરમિયાન આરોપી પાસેથી ભારત સરકારના નિયમોનુસારની ફરજિયાત હેલ્થ વોર્નિંગ (આરોગ્ય વિષયક ચેતવણી) વગરની વિદેશી સિગરેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. SOG પોલીસે ઘટના સ્થળેથી કાયદાનો ભંગ કરીને વેચવામાં આવતી આ વિદેશી સિગરેટો સહિત કુલ રૂ. 34,000 નો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે. મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાંથી ખરીદી છૂટક વેચાણ કરવાનો નેટવર્ક ખુલ્લું પડ્યું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી આ વિદેશી સિગરેટનો જથ્થો મુંબઈના પ્રખ્યાત ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાંથી સસ્તા ભાવે ખરીદીને સુરત લાવતો હતો. અહીં તે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લા ધારકોને ચોરીછૂપીથી ઊંચા ભાવે આ સિગરેટ છૂટકમાં વેચતો હતો. હાલમાં પોલીસે આરોપી સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: Suratમાં બેંક કર્મચારીઓના વિરોધથી ભારે ટ્રાફિકજામ, 300-400 વાહનો પાર્ક કરી કર્યો ચક્કાજામ!
Read full article on Sandesh