Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat News : ડ્રોનથી અસામાજિક તત્વો ઝલાય તો દારૂના અડ્ડા કેમ નહીં?, કોંગ્રેસની કલેક્ટરને આકરી રજૂઆત

📰 Sandesh 🕐 1 min read 📅 August 21, 2026 👁 4 views
Surat News : ડ્રોનથી અસામાજિક તત્વો ઝલાય તો દારૂના અડ્ડા કેમ નહીં?, કોંગ્રેસની કલેક્ટરને આકરી રજૂઆત
સુરતમાં તાજેતરમાં સામે આવેલા લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાને પગલે ભારે જનરોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શક્તિશાળી 'જનાક્રોશ ધરણાં' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર એકત્રિત થઈને લઠ્ઠાકાંડ તેમજ રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો અને કલેક્ટરને રજૂઆત ધરણાં પ્રદર્શન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલે આકરી રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસ તંત્ર જે રીતે શહેરમાં અસામાજિક તત્વોને પકડવા માટે આધુનિક ડ્રોન કેમેરા ઉડાડીને કાર્યવાહી કરે છે, તેવી જ સક્રિયતા દારૂના અડ્ડાઓ અને બુટલેગરોને પકડવામાં પણ દાખવવી જોઈએ. બુટલેગરો સામે કડક કાર્યવાહી અને ડ્રોન સર્વેલન્સની માગ કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે કે, પોલીસ હવે ડ્રોન ઉડાડીને દારૂના ગુપ્ત અડ્ડાઓ શોધે અને બુટલેગરોને ઝડપી પાડે. અસામાજિક તત્વો અને બુટલેગરોના દૂષણને નાથવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી બન્યો છે. જો કલેક્ટર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આંદોલન વધુ આક્રમક બનાવવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. આ પણ વાંચો : Dahodમાં 60 વર્ષ જૂના બ્રિજના રિપેરીંગમાં કરોડોની ગેરરીતિની આશંકા, હલકી ગુણવત્તાના કામથી રોષ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan