Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat News : ભરૂચ રેલવે સ્ટેશન નજીક મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસનો ભેદ ઉકેલાયો, મોબાઈલ સ્નેચિંગમાં બે આરોપી ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 9, 2026 👁 8 views
Surat News : ભરૂચ રેલવે સ્ટેશન નજીક મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસનો ભેદ ઉકેલાયો, મોબાઈલ સ્નેચિંગમાં બે આરોપી ઝડપાયા
ભરૂચ રેલવે સ્ટેશન નજીક પાનોલી પાસે જયપુર-બાંદ્રા ટ્રેનના દરવાજે બેસેલા મુસાફર અશોક ગુર્જરનો મોબાઈલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આઘાતજનક ઘટના દરમિયાન મુસાફર અચાનક ટ્રેન નીચે આવી જતાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ ભરૂચ રેલવે પોલીસે BNS ની કલમ 105 મુજબ અજાણ્યા ગુનેગારો સામે ગુનો નોંધીને તપાસની ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત રેલવે LCB એ CCTV અને બાતમીના આધારે ગુનો ઉકેલ્યો સુરત રેલવે LCB ની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ઘટનામાં સામેલ 3 આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસની સઘન કામગીરી બાદ મુખ્ય આરોપી ઈશ્વર સહિત સહ-આરોપી રાકેશ વસાવાની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઈશ્વર અગાઉ પણ 11 ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે અને પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. અન્ય 6 મોબાઈલ ચોરીની કબૂલાત, આરોપીઓ રિમાન્ડ પર ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ ટ્રેનોમાં અન્ય 6 મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં ભરૂચ પોલીસ, LCB અને SOG ની સંયુક્ત ટીમો દ્વારા આરોપીઓને રિમાન્ડ પર મેળવીને વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી અન્ય ગુનાઓના રાજ પણ બહાર આવી શકે. આ પણ વાંચો : Ahmedabadમાં તિરંગા યાત્રાની તારીખ બદલાઈ, હવે 12 ઓગસ્ટે યોજાશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan