top
Surat News: જાવેદ શા મર્ડર કેસનો માસ્ટરમાઈન્ડ લાજપોર જેલમાંથી પકડાયો, 7 દિવસની રિમાન્ડ મંજૂર
સુરત શહેરમાં ચર્ચાનો વિષય બનેલા ચકચારી જાવેદ શા મર્ડર કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. વર્ષ 2024માં બનેલી આ હત્યાની ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ લાજપોર મધ્યસ્થ જેલમાંથી જ ઓપરેશન ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે 7 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે. સમાધાન ન કરનાર જાવેદ શાને હટાવવા જેલમાંથી રચ્યું કાવતરું વર્ષ 2024માં બનેલા આબીદ શા મર્ડર કેસમાં જે લોકો સામે આવ્યા હતા તેમાં સમાધાન ન કરનાર એકમાત્ર સભ્ય જાવેદ શા હતો. આ કેસમાં સમાધાન કરવા દબાણ કરવા છતાં તે ન માનતા તેને રસ્તામાંથી હટાવવા માટે લાજપોર જેલમાં બંધ ઇમરાનખાન ઉર્ફે માનસિક દ્વારા મોટું કાવતરું રચવામાં આવ્યું હતું. મોબાઈલથી સંપર્ક કરી વિક્કી તાયડે ગેંગને ઉશ્કેરીને કરાવી હતી હત્યા આરોપી ઇમરાનખાન માનસિકે જેલની અંદરથી જ ચોરીછૂપીથી મોબાઈલ ફોન દ્વારા બહારના શખ્સો સાથે સંપર્ક સાધ્યો હતો. તેણે કુખ્યાત વિક્કી તાયડે ગેંગને ઉશ્કેરીને અને પૂરેપૂરું માર્ગદર્શન આપીને જાવેદ શાની સોપારી આપીને હત્યા કરાવી હતી. જેલમાંથી આ પ્રકારે ગુનાહિત કારસ્તાન ચલાવવામાં આવતા પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. ઇમરાન માનસિક સામે અગાઉ નોંધાયેલા છે 13 ગંભીર ગુના પકડાયેલા માસ્ટરમાઈન્ડ ઇમરાનખાન ઉર્ફે માનસિકનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો રહ્યો છે. તેની સામે અગાઉ પણ સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા, મારામારી અને ખંડણી જેવા કુલ 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આ હત્યા કેસમાં જેલમાંથી કોણ-કોણ મદદગાર બન્યું હતું અને મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો તે સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: Surat News: ત્રીજા બાળકની સહાય પર મળશે 50,000ની ફિક્સ ડિપોઝિટ સહાય, આ સમાજે લીધો નિર્ણય
Read full article on Sandesh