Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ

📰 Sandesh 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
Surat News: ખંડણીના ગુનામાં દુબઈ ભાગી ગયેલો કુખ્યાત સાકિબ જરીવાલા દિલ્હી એરપોર્ટથી ઝડપાયો, લાલગેટ પોલીસે કરી ધરપકડ
સુરતમાં ખંડણી અને ધાકધમકી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર સાકિબ જરીવાલા આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. પોલીસ પકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગી છૂટ્યો હતો, પરંતુ સુરતની લાલગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લૂકઆઉટ નોટિસના આધારે તેને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. લાલગેટ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ખંડણીના ગુના પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સાકિબ જરીવાલા વિરુદ્ધ સુરતના લાલગેટ અને રાંદેર વિસ્તારમાં ખંડણી વસૂલવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુના આચર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને ગુપ્ત રીતે દુબઈ પહોંચી ગયો હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી અને તેની સામે કાનૂની શિકંજો કસવામાં આવી રહ્યો હતો. લિવરની બીમારી સારવાર બાદ પરત ફરતા ઇમિગ્રેશને દિલ્હી ખાતે ડિટેઈન કર્યો દુબઈમાં રોકાણ દરમિયાન સાકિબ જરીવાલાને લિવરની ગંભીર બીમારી થતાં તેને ત્યાં 5 મહિના સુધી રોકાવું પડ્યું હતું. 5 મહિનાની સારવાર બાદ જેવો તે ભારતમાં પરત ફર્યો કે તરત જ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે તેને ડિટેઈન કરી લીધો હતો. ઇમિગ્રેશન વિભાગે આ અંગે લાલગેટ પોલીસને જાણ કરતા, લાલગેટ પોલીસની ટીમે દિલ્હી પહોંચી આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: Surat: ભાજપ કાર્યકર હત્યા કેસના આરોપી કુખ્યાત 'માન્યા ડુક્કર' સામે ખંડણીનો નવો ગુનો નોંધાયો, બિલ્ડર-કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan