Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat News: નાના વરાછાની ચીકુવાડી પાસે ખાનગી બસમાં અચાનક ભીષણ આગ

📰 Sandesh 🕐 1 min read 📅 August 9, 2026 👁 13 views
Surat News: નાના વરાછાની ચીકુવાડી પાસે ખાનગી બસમાં અચાનક ભીષણ આગ
સુરત શહેરના ધમધમતા નાના વરાછા વિસ્તારમાં આવેલી ચીકુવાડી પાસે આજે એકાએક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર દોડતી ખાનગી બસમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની લાઈટો દેખાવા લાગી હતી. આકસ્મિક બનેલી આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક દુકાનદારોએ સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવ્યો આગ લાગતાં જ આસપાસના દુકાનદારો અને વેપારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક દુકાનદારોએ સહેજ પણ ગભરાયા વગર પોતાની દુકાનોમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશર વડે બસ પર પાણી અને કેમિકલનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોની આ સતર્કતા અને સમયસૂચકતાને કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ હતી. ચીકુવાડી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વ્યસ્ત માર્ગ પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બનતાં જ રસ્તા પર જામી ગયેલા લોકો અને વાહનોના થંભી જવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. થોડા સમય માટે નાના વરાછાથી ચીકુવાડી તરફ જતો મુખ્ય રસ્તો વાહનવ્યવહાર માટે અવરોધાયો હતો. બાદમાં સ્થાનિકો અને પોલીસે વાહનોને સાઈડમાં કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી આગની આ ઘટનામાં સ્થાનિક લોકોના સમયસરના પગલાંને કારણે બસમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ નથી કે, કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. સમયસર આગ પર કાબૂ મેળવાતાં એક મોટી ગમખ્વાર હોનારત ટળી ગઈ છે. આ પણ વાંચો - 10 August Top News: 10 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan