Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

📰 Abp News 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Surat Student Sucide Case: સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) અને ન્યુ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફર્સ્ટ યર માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થી ડો. હર્ષ પંડ્યાની આત્મહત્યા બાદ ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં રેગિંગના ગંભીર આક્ષેપો સાચા ઠરતા જ વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે. તપાસ કમિટીની પ્રાથમિક તપાસ બાદ સેકન્ડ યર માઈક્રોબાયોલોજીના 4 સિનિયર રેસિડન્ટ તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ચારેય વિદ્યાર્થીઓને આગામી 6 મહિના માટે ટીચિંગ એક્ટિવિટી, હોસ્ટેલ અને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રેગિંગના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રીના આદેશથી તુરંત જ એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ રાતભર બેસીને વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા, જેમાં 9 જેટલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે મૃતક ડો. હર્ષ પંડ્યા સાથે રેગિંગ થતું હતું. 9 વિદ્યાર્થીઓના નિવેદનો અને પ્રાથમિક વિગતોના આધારે રેગિંગ જ આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો...રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

પરિવારને કરી હતી હેરાનગતિની જાણ, આપઘાત પહેલાં મોકલી હતી રીલ
મૃતક હર્ષ પંડ્યાના પિતા (જેઓ પોતે પણ ડોક્ટર છે) ના જણાવ્યા અનુસાર, હર્ષે અગાઉ પણ અન્ય વિદ્યાર્થીઓ તરફથી થતી માનસિક અને શારીરિક હેરાનગતિ તેમજ ડોક્ટરોના અંદરોઅંદરના ઝઘડાથી કંટાળી ગયો હોવાની પરિવારને જાણ કરી હતી. પિતાએ આશંકા વ્યક્ત કરી છે કે સતત થતી હેરાનગતિ અને માનસિક તણાવથી કંટાળીને જ તેમના પુત્રે આ આત્યંતિક પગલું ભર્યું છે. વધુમાં, આપઘાત કરતા પહેલા હર્ષ પંડ્યાએ તેના એક મિત્રને સોશિયલ મીડિયા પર એક રીલ પણ મોકલી હતી.

પોલીસ અને FSL ની તપાસ તેજ: લેપટોપ અને મોબાઈલ જપ્ત
ઘટના અંગે ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ડો. હર્ષનો મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરી લીધા છે અને FSL ની ટીમે ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ હાલમાં મૃતકના નજીકના સાથીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને અભ્યાસના તણાવ સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે.

HOD શંકાના દાયરામાં અને 6 મહિનામાં રેગિંગની બીજી ઘટના

આ સમગ્ર મામલે હવે માઈક્રોબાયોલોજી વિભાગના Head of Department (HOD) પણ શંકાના દાયરામાં આવ્યા છે કે તેમની જાણ બહાર આટલું મોટું રેગિંગ કેવી રીતે ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યની મેડિકલ કોલેજમાં છેલ્લા 6 મહિનામાં રેગિંગની આ બીજી ગંભીર ઘટના સામે આવી છે. અગાઉ ભાવનગરમાં પણ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan