Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Surendranagar: મુંજપર ગામના વાડામાંથી ઘાસચારા નીચે છુપાવેલો દારૂ-બિયર પકડાયો

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 13 views
Surendranagar: મુંજપર ગામના વાડામાંથી ઘાસચારા નીચે છુપાવેલો દારૂ-બિયર પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના મુંજપર ગામે આવેલ વાડામાં દારૂ હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે રેડ કરી હતી. જેમાં ઘાસચારા નીચે છુપાવેલ દેશી-વિદેશી દારૂ, બીયર સહિત રૂપીયા 69,250ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર અને ચોટીલા ગ્રામ્યમાં પણ દારૂના દરોડામાં ર પકડાયા છે. જોરાવરનગર પોલીસ મથકના જયરાજસિંહ ઝાલા સહિતનાઓને વિસ્તારમાં પેટ્રોલિંગ દરમીયાન વઢવાણ તાલુકાના મુંજપર ગામે રહેતો રામદેવસિંહ વિક્રમસિંહ પરમાર તેના રહેણાક મકાનથી આગળ આવેલ કાચા રસ્તા પર તેના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂ રાખી વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે વાડામાં ઘાસચારા નીચેથી દારૂના 75 ચપલા, બીયરના 145 ટીન, 20 લીટર દેશી દારૂ, બાઈક સહિત રૂપીયા 69,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપી રામદેવસિંહ પરમારને ઝડપી લેવા વધુ તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના અજયવીરસિંહ સહિતનાઓને સોનાપુરી રોડ પર રહેતો અનીકેત નરેન્દ્રભાઈ વાઘેલા સોનાપુરી રોડ પર ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અનીકેત વાઘેલા વિદેશી દારૂના 6 ચપલા અને મોબાઈલ સહિત રૂપીયા 6200ની મત્તા સાથે પકડાયો છે. આ દારૂ તેને રતનપરનો મનોજ વાઘેલા આપી ગયો હોવાનું ખુલતા બન્ને સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી મનોજને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતો મહેશગીરી બાબુગીરી ગોસ્વામી દારૂની 58 બોટલો કિંમત રૂપીયા 21,750 સાથે આણંદપુર પોલીસના હાથે પકડાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan