Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સુરેન્દ્રનગરમાં 4 માસમાં 2,447 એકમોનું તોલમાપ ચેકિંગ:4 માસમાં 2447 એકમોનું ચેકિંગ, નિયમભંગ ₹17.45 લાખથી વધુ સરકારી આવક અને માંડવાળ ફી વસૂલ કરાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 6 views
સુરેન્દ્રનગરમાં 4 માસમાં 2,447 એકમોનું તોલમાપ ચેકિંગ:4 માસમાં 2447 એકમોનું ચેકિંગ, નિયમભંગ ₹17.45 લાખથી વધુ સરકારી આવક અને માંડવાળ ફી વસૂલ કરાઈ
રાજ્યના નાગરિકોના ગ્રાહક અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થાય અને તમામ વેપાર-વાણિજ્ય ક્ષેત્રે શુદ્ધતા તેમજ પારદર્શિતા જાળવાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારની ગ્રાહક કલ્યાણકારી નીતિ અંતર્ગત કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાભરમાં ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, મદદનીશ નિયંત્રક જે. એચ. આદેસરાના માર્ગદર્શન હેઠળ વિભાગીય નિરીક્ષકો જે. એમ. ચૌહાણ તથા કે. આર. વરુની ટીમ દ્વારા એપ્રિલ-2026થી જુલાઈ-2026ના સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં આકસ્મિક તપાસ અને મુદ્રાંકન પ્રજાજનોને વ્યાજબી તોલમાપ અને ગુણવત્તાસભર ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી સરકારી તંત્ર દ્વારા જિલ્લાના પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો, સોના-ચાંદીના શોરૂમ, અનાજ-કરિયાણાની દુકાનો, ફરસાણના વેપારીઓ, શાકભાજીના વિક્રેતાઓ તેમજ અન્ય વેપારી ફેરીયાઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કાંટા, વજનિયાં, ઇલેક્ટ્રોનિક બેલેન્સ, વે-બ્રિજ અને પેટ્રોલ પંપના પંપ યુનિટ્સનું વિગતવાર મુદ્રાંકન કરી ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ નિયમિત ચકાસણી અને મુદ્રાંકન ફી પેટે વિભાગ દ્વારા કુલ 14,28,615 રૂપિયાની સરકારી આવક એકત્ર કરવામાં આવી છે. નિયમભંગ કરનાર 28 એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી ગ્રાહકો સાથે તોલમાપ કે પેકિંગ બાબતે થતી ગેરરીતિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા, કચેરી દ્વારા 'ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-2009' અને 'પેકેજ્ડ કોમોડિટીઝ રૂલ્સ-2011' હેઠળ કુલ 2,447 એકમોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તોલમાપ ધારાનો ભંગ કરનાર 18 એકમો સામે પ્રોસીક્યુશન કેસ નોંધી 50,000 રૂપિયાની માંડવાળ ફી વસૂલ કરાઈ. પેકેજ્ડ કોમોડિટીઝ નિયમોનો ભંગ કરનાર 10 એકમો સામે કાયદાકીય કાર્યવાહી કરી 1,15,000 રૂપિયાની માંડવાળ ફી વસૂલ કરાઈ. આમ, નિયમોનો અનાદર કરનાર કુલ 28 એકમો સામે કડક કાર્યવાહી કરીને કુલ 1,65,000 રૂપિયાની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે. મોબાઈલ સ્કવોડ દ્વારા સ્થળ પર જ દંડની વસૂલાત ગ્રાહક સુરક્ષા અધિકારીઓ દ્વારા ખાસ 8 મોબાઈલ સ્કવોડની રચના કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને મુખ્ય બજારોમાં સામૂહિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મોબાઈલ ચેકિંગ દરમિયાન સ્થળ પર જ ગેરરીતિ આચરતા 23 એકમો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને 1,51,500 રૂપિયાની માંડવાળ ફીની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી. કુલ આવક અને વસૂલાત આ સમગ્ર સમયગાળા દરમિયાન કચેરી દ્વારા કુલ 3,16,500 રૂપિયાની માંડવાળ ફી તથા મુદ્રાંકન ફી સહિત કુલ 17,45,115 રૂપિયાની સરકારી આવક અને વસૂલાત સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan