Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરેન્દ્રનગરમાં હોટલ-દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું:SOGએ જાહેરનામા ભંગ બદલ 9 સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 2 views
સુરેન્દ્રનગરમાં હોટલ-દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું:SOGએ જાહેરનામા ભંગ બદલ 9 સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં SOGએ હોટલ-દુકાનોના ચેકિંગ હાથ ધર્યું હતું. જાહેરનામા ભંગ બદલ કુલ 9 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ તમામ હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ અને દુકાનો તપાસવા આદેશ આપ્યો હતો. આ ચેકિંગમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે કે નહીં, તેની પણ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. હોટલ અને ગેસ્ટ હાઉસમાં ગુજરાત પોલીસની "PATHIK APP" માં રજીસ્ટ્રેશન થયું છે કે નહીં, તેમાં મહેમાનોની એન્ટ્રી થાય છે કે નહીં, સીસીટીવી કેમેરા લગાવેલા છે કે નહીં અને તેનું સ્ટોરેજ થાય છે કે નહીં, તેમજ મહેમાનોના આઈડી કાર્ડની નકલ લેવાય છે કે નહીં, તે તપાસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભંગારના ડેપોમાં સીસીટીવી કેમેરા છે કે નહીં અને ભંગારની લે-વેચનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે નહીં, તેની પણ ચકાસણી કરવામાં આવી. આ સઘન ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરનાર હોટલ, ગેસ્ટ હાઉસ અને દુકાનોના માલિકો/મેનેજરો સામે કાર્યવાહી કરવામાં આવી. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એસ.ઓ.જી. સ્ટાફે આ ચેકિંગ કર્યું હતું. કુલ 9 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 હેઠળ 3 કેસ (PATHIK SOFTWARE સંબંધિત) અને BNS એક્ટની કલમ 223 હેઠળ 6 ગુના સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે હોટલ, ગેસ્ટ હાઉસ અને સીસીટીવી ચેકિંગની આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝનમાં નોંધાયેલા ગુનાની વિગત સીસીટીવી કેમેરા અંગેના નિયમોનો ભંગ કરવા બદલ ગણેશ પાવભાજીના સંચાલક સંજય જરવરીયા, ન્યુ ગુલશન પાન પાર્લરના સાહીર શેખ અને હેવમોર આઈસ્ક્રીમના વેપારી કાદર કચોટ સામે ગુનો દાખલ કરાયો છે. ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગત ભંગારના લે-વેચના રજીસ્ટર યોગ્ય રીતે ના નિભાવવા બદલ મૂળ રાજસ્થાનના અને હાલ ધ્રાંગધ્રા રહેતા કૈલાશ પનાલાલજી ગુર્જર તેમજ ખાટકીવાસમાં રહેતા શાહરૂખ ભટ્ટી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગત હોટલ અને ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ન કરવા બદલ વેસ્ટર્ન હોટલના સંચાલક મોહમદ અબ્દુલ જબ્બાર દુક્કા, ધરતી ગેસ્ટ હાઉસના વિરભદ્રસિંહ જાડેજા અને એપેક્ષ હોટલના ગોવીંદ ઘાંઘળ સામે કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત, મઘરીખડા બોર્ડ પાસે આવેલી મોમાઇ હોટલમાં સીસીટીવી નિયમ ભંગ બદલ ભાવેશ સરૈયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan