politics
સુરેન્દ્રનગરમાં પશુપાલકોની માંગણીઓ અંગે AAP દ્વારા આવેદનપત્ર:10 દિવસનું અલ્ટીમેટમ પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માંગ સાથે આવેદનપત્ર સબમિટ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોની વિવિધ પડતર માંગણીઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનો અને પશુપાલક મિત્ર ટીમ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલકોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આ આવેદનપત્ર સુપરત કરાયું હતું. પશુપાલકો દ્વારા મુખ્યત્વે દૂધનો પૂરતો અને પોષણક્ષમ ભાવ આપવા, દૂધના બોનસમાં 25 ટકા લાભ આપવા તેમજ સતત વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં યોગ્ય વધારો કરવાની માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત, ડેરી સંબંધિત કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા સભાસદોની યોગ્ય બેઠક બોલાવી તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. દરેક ડેરી ઉપર દૂધના ફેટની પારદર્શક ચકાસણી માટે ઓનલાઈન ફેટ માપવાનું મશીન મૂકવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. પશુપાલક મિત્ર ટીમ દ્વારા સરકાર અને તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ સમયગાળામાં પશુપાલકોની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રજૂઆત દરમિયાન પશુપાલક મિત્ર ટીમના આગેવાનો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મેર દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar