Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરેન્દ્રનગરના પાટડીમાંથી અપહૃત 4 વર્ષનો બાળક અમદાવાદથી હેમખેમ મળ્યો:ભીખ મંગાવવાના ઇરાદે મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 3, 2026 👁 2 views
સુરેન્દ્રનગરના પાટડીમાંથી અપહૃત 4 વર્ષનો બાળક અમદાવાદથી હેમખેમ મળ્યો:ભીખ મંગાવવાના ઇરાદે મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બુધવારે સવારે 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ થવાની ચકચારી ઘટનામાં અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. પાટડીમાંથી બાળકને ઉઠાવીને અમદાવાદ લાવવામાં આવ્યું હોવાની બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે સોલા પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો છે. આ સાથે જ બાળકનું અપહરણ કરનાર ચાલીસ વર્ષીય મહિલાને રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાએ ભીખ મંગાવવાના આશયથી માસૂમ બાળકનું અપહરણ કર્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી બસ સ્ટેશન પાસેથી બાળકની ચોરી અને પોલીસ એલર્ટ ઘટનાની વિગતો અનુસાર, પાટડી બસ સ્ટેશન સામે ફૂટપાથ પર પરિવાર સાથે રહેતા શ્રમજીવી પિતાનો ચાર વર્ષનો પુત્ર બુધવારે સવારે આશરે સાડા 10 વાગ્યાના અરસામાં અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોની શોધખોળ બાદ પણ બાળક ન મળતાં આ મામલે પાટડી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન આસપાસના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ મહિલા આ બાળકને હાથ પકડીને લઈ જતી કેદ થઈ ગઈ હતી. જેના પગલે પાટડી પોલીસે તાત્કાલિક બાળકના વર્ણન અને સીસીટીવી ફૂટેજ સાથેનો ઇમરજન્સી બ્રોડકાસ્ટ મેસેજ અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ સહિત તમામ પોલીસ મથકોને રવાના કર્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસની સતર્કતા અને સર્ચ ઓપરેશન મેસેજ મળતાં જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ, એન.એસ. સિંઘ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી વિસ્તારમાં નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ શંકાસ્પદ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓ ખૂંદી વળતાં ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તાથી પ્રસંગ પાર્ટી પ્લોટ ચાર રસ્તા તરફ જતા રોડ પર એક મહિલા સાથે સીસીટીવીમાં દેખાયેલા વર્ણનવાળા બાળકને જોઈ લીધો હતો. પોલીસે ઘેરાબંધી કરીને મહિલાને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધી હતી અને બાળકની સુરક્ષિત રીતે અટક કરી હતી. ભીખ મંગાવવા અને કચરો વીણવા માટે બાળક ઉઠાવ્યું હતું પોલીસ કસ્ટડીમાં લેવાયેલી મહિલાની ઓળખ મીનાબેન ઉર્ફે રમીલા, ઉર્ફે રીની, જગદીશ ઉર્ફે જીગો દેવાભાઈ નાથબાવા (ઉંમર 40 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રીન્દ્રોડા ગામની વતની છે અને હાલ સોલા સિવિલ હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજ નીચે ફૂટપાથ પર પોતાના પતિ સાથે રહે છે. તે જાહેરમાં ભીખ માંગીને તેમજ પ્લાસ્ટિક-કચરો વીણીને ગુજરાન ચલાવતી હતી. કડક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી સહાનુભૂતિ મેળવી વધુ ભીખ મંગાવવાના ઇરાદાથી તેણે પાટડીથી એકલા રમી રહેલા માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. બાળકને હેમખેમ પિતાને સોંપવા તજવીજ હાથ ધરાઈ સોલા પોલીસે સમયસૂચકતા અને ઝડપી ટેકનિકલ નેટવર્કના આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણનો ભેદ ઉકેલી બાળકનો જીવ જોખમમાં મુકાતાં બચાવી લીધો છે. પોલીસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તેમજ બાળકના વાલીવારસોને આ સફળતા અંગે જાણ કરી છે. બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી તેને તેના પિતાના હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે આરોપી મહિલાને આગળની તપાસ માટે પાટડી પોલીસને સોંપવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan